<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

જામનગર રોડ મનહરપુર-૧ના કાંતાબેન ભટ્ટી દોઢ વર્ષથી ગૂમ

કોઇને જોવા મળે તો જાણ કરોઃ પોલીસ ગંભીરતાથી તપાસ કરે તેવી પુત્ર જયેન્‍દ્ર ભટ્ટીની રજૂઆત

રાજકોટ તા. ૧૦: જામનગર રોડ પર મનહરપુર-૧ ગામે રહેતાં કાંતાબેન વાલચંદ્રભાઇ ભટ્ટી (ઉ.વ.૪૮) તા. ૧૯/૬/૨૪ના રોજ સવારે છએક વાગ્‍યે ઘરેથી નીકળી ગયા બાદ પરત ન આવતાં શોધખોળ બાદ તેમના પુત્ર જયેન્‍દ્ર વાલચંદભાઇ ભટ્ટીએ યુનિવર્સિટી પોલીસમાં ગૂમ થયાની નોંધ કરાવી હતી. દોઢ વર્ષ બાદ પણ માતાનો પત્તો ન મળતાં જયેન્‍દ્ર ચિંતામાં છે. રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં જયેન્‍દ્રએ કહ્યું હતું કે મારા માતાને શોધવા હું દરરોજ દોડધામ કરતો રહુ છું. પોલીસ થોડુ ગંભીરતાથી ધ્‍યાન આપી તપાસ કરાવે તેવી મારી રજુઆત છે. તસ્‍વીરમાં દેખાતાં કાંતાબેન કોઇને જોવા મળે તો પોલીસને અથવા મો. ૭૬૨૩૦ ૨૩૦૨૨ ઉપર જાણ કરવા જણાવાયું છે. (૧૪.૬)

(2:26 PM IST)