<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સોમવારથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો સિંદૂરોત્‍સવ યુવક મહોત્‍સવ

કલા-સાહિત્‍ય અને સાંસ્‍કૃતિકની ૩૩ સ્‍પર્ધામાં ૧૮પ૯ સ્‍પર્ધકો કૌશલ્‍ય ઝળકાવશે : યુવક મહોત્‍સવની વ્‍યવસ્‍થા માટે ૧૬ કમિટીની રચના

રાજકોટ, તા. ૧૦ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્‍તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્‍સાહિત અને પુરસ્‍કળત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્‍પર્ધાઓમાં હજારો સ્‍પર્ધકો સામેલ થાય તેવા હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્‍સવનું સુષ્ટિ આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો ૫૩ મો યુવક મહોત્‍સવ સિંદૂરોત્‍સવૅ નું આયોજન આગામી તા. ૧૩,૧૪ અને ૧૫ ઓકટોબર ત્રણ દિવસ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે યોજાનાર પ૩ મા યુવક મહોત્‍સવમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની ૮૮ કોલેજોના કુલ ૧૮૫૯ સ્‍પર્ધકો કલા, સાંસ્‍કળતિક અને સાહિત્‍ય એમજી ત્રણ વિભાગોની જુદી જુદી ૩૩ ઈવેન્‍ટસ માં સહભાગી થવા માટે થનગની રહ્યા છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ૫૩  મા યુવક મહોત્‍સવ ‘‘સિંદૂરોત્‍સવ''નું ઉદઘાટન તા. ૧૩ ને સોમવારના  ૧૧ કલાકે કેબીનેટકક્ષાના  પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્‍તે કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિ વિશેષઁ તરીકે રાજયસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા તથા લોકસભાના સાંસદશ્રી પરસોતમભાઈ રૂપાલા ઉપસ્‍થિત રહેશે.

આ યુવક મહોત્‍સવમાં સ્‍પર્ધકોને પુરસ્‍કારમાં પ્રથમ આવનારને રૂ. ૨૫૦૦/- દ્વિતિયને રૂ. ૧૫૦૦/- અને તળતીયને રૂ. ૧૦૦૦/- રોકડ પુરસ્‍કાર, શીલ્‍ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત ૫૩ મા યુવક મહોત્‍સવને સફળ બનાવવા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ  પ્રોફે. ઉત્‍પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ૧૬ કમિટીઓની રચના કરવામાં આવેલ છે. આ યુવક મહોત્‍સવમાં વિદ્યાર્થીનીઓને લગતા પ્રશ્‍નોના નિવારણ માટે એક ‘‘મહિલા કમિટી'' ની રચના પણ કરવામાં આવી છે.

યુવક મહોત્‍સવને સફળ બનાવવા માટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સભ્‍યશ્રીઓ, એક્‍ઝીકયુટીવ કાઉન્‍સિલના સભ્‍યશ્રીઓ, ભવનોના અધ્‍યક્ષશ્રીઓ, સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કુલપતિ ઉત્‍પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

(3:21 PM IST)