<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિવૃત્ત પ્રાધ્‍યાપકોનો ગરિમાપૂર્ણ સન્‍માન સમારોહ અને ૩૭મી સાધારણ સભા યોજાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી લિ. દ્વારા તાજેતરમાં નિવૃત્ત થયેલા પ્રાધ્‍યાપકોનો ગરિમાપૂર્ણ સન્‍માન સમારોહ અને મંડળીની ૩૭મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન યુનિવર્સિટીના આંકડાશાષા ભવનના આર્ટ ગેલેરી હોલમાં કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમ કુલપતિ પ્રોફે. ડો. ઉત્‍પલ જોશીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો, જેમા રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને સહકાર ભારતી રાજકોટ મહાનગરના અધ્‍યક્ષ ડો. નવલ ડી. શીલુ મુખ્‍ય મહેમાન અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.

મંડળીએ નિવૃત્ત થયેલા આઠ અધ્‍યાપકોનું ગરિમાપૂર્ણ અભિવાદન કર્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્‍કૃત ભવનના પૂર્વ અધ્‍યક્ષ પ્રોફે. મનસુખ મોલિયા મુખ્‍ય હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાષાી શરદભાઈ દવેએ ગણપતિ સ્‍તવન રજૂ કર્યું હતું. મંડળીનાં સ્‍થાપક પ્રમુખ પ્રોફે. યુ. વી. મણવર અને નિવૃત્ત થનાર પ્રોફે. મોલિયાએ પ્રાસંગિક પ્રવચનમાં મંડળીની કામગીરીને બિરદાવી હતી.

સાંસદ રામભાઈ મોકરિયાએ સહકારી મંડળીને માત્ર ધિરાણ આપતી સંસ્‍થા પૂરતી સીમિત ન રાખતા, તેના કાર્યક્ષેત્રને હાઉસિગ, વીમો અને કલ્‍યાણકારી યોજનાઓ માટે વિસ્‍તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્‍યો હતો. તેમણે કેન્‍દ્ર સરકારની સહકારી માળખાને સુદ્રઢ બનાવવાની કાર્યવાહી અંગે માર્ગદર્શન આપી, વહીવટમાં સંપૂર્ણ ડિજિટાઇઝેશન અપનાવવા પર ભાર મૂક્‍યો હતો.

ડો. નવલ ડી. શીલુએ કેન્‍દ્ર સરકાર દ્વારા સ્‍વતંત્ર સહકાર મંત્રાલયની રચના બાદ સહકારી સંસ્‍થાઓના વહીવટી માળખામાં થયેલા પાયાના ફેરફારોની માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું કે ડાયરેક્‍ટરોની ચૂંટણી હવે દર પાંચ વર્ષે થશે અને સમાન પ્રવૃત્તિઓમાટે સમાન સોફટવેર બનાવવામાં આવેલ છે. તેમણે શ્રી ત્રિભોવનદાસ પટેલ સહકારી યુનિવર્સિટીના પ્રારંભ અંગે વાત કરી અને મંડળીને શૈક્ષણિક પ્રશિક્ષણ કેન્‍દ્ર શરૂ કરવા તથા વિદ્યાર્થીઓના પુસ્‍તકો, સ્‍ટેશનરી અને ઇલેક્‍ટ્રોનિક વસ્‍તુઓનો મોલ શરૂ કરવા સૂચન કર્યું હતું.

કુલપતિ પ્રોફે. ડો. ઉત્‍પલ જોશીએ પોતાના અધ્‍યક્ષીય ઉદ્વોધનમાં મંડળીની સભાસદોને આર્થિક જરૂરિયાતોના સમયે મદદરૂપ થવાની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.

કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય મંડળીના પ્રમુખ પ્રોફે. જયદીપસિહ ડોડીયાએ કરાવ્‍યો હતો. કાર્યક્રમના ઉદ્ધોષક તરીકે સહમંત્રી પ્રો. યોગેશ જોગસણે અને આભારવિધિ ઉપપ્રમુખ પ્રો. જે. એ. ભાલોડિયાએ કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના હોદ્દેદારો અને કારોબારી પ્રમુખ પ્રો. જયદીપસિહ ડોડિયા, ઉપપ્રમુખ પ્રો. જે. એ. ભાલોડિયા, મંત્રી પ્રો. વી. જે. કનેરીયા, સહમંત્રી પ્રો. યોગેશ જોગસણ, ખજાનચી ડો. રંજનબેન ખૂંટ, તથા કારોબારી સભ્‍યો પ્રો. સંજય ભાયાણી, પ્રો. આર. બી. ઝાલા, પ્રો. અતુલભાઈ ગોસાઈ, પ્રો. નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, પ્રો. મનીષ શાહ, ડો. અશ્વિનભાઈ સોલંકી અને ડો. ભરતભાઈ ખેર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:48 PM IST)