<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

અગ્નિકાંડના કેસમાં ૪ આરોપીઓના સુપ્રીમ કોર્ટમાં જામીન મંજુરઃ ૪ આરોપીઓના હાઇકોર્ટે જામીન મંજુર કર્યા

કુલ ૧૫ આરોપીઓ છે, જેમાંથી ૭ આરોપીઓ જેલમાં છે

રાજકોટ : ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટનાના ૧૫ આરોપીઓમાં સંચાલકો  ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્‍ટરપ્રાઇઝના ભાગીદારો  અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા જૈન, રાજકોટ મહા નગરપાલિકાના ટાઉન પ્‍લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્‍ટન્‍ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્‍ટન્‍ટ ટીપીઓ  મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્‍ટેશનના ફાયર સ્‍ટેશન ઓફિસર  રોહીત આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્‍જીનીયર અને એટીપીઓ  જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્‍ટ્રાકટ રાખનાર  મહેશ અમળત રાઠોડનો સમાવેશ થાય છે. તેમાંથી ફાયર ઓફિસર ઈલેશ ખેર, ટીપી ઓફિસર મનસુખ સાગઠીયા અને જમીન માલિકો અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા વગેરે ૪ને સુપ્રીમ કોર્ટે જામીન આપ્‍યા છે, જ્‍યારે ટીપી શાખાના ગૌતમ જોષી, રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી, ફાયર વિભાગના રોહિત વિગોરા વગેરે ચારના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્‍યા છે.

(3:53 PM IST)