<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

રાજકોટમાં શનિ-રવિ અશ્‍વિનકુમાર પાઠકના મુખે સુંદરકાંડના પાઠઃ ભાવિકજનોને આમંત્રણ

સો સબ તબ પ્રતાપ રઘુરાઇ નાથ ન કછુ મોરી પ્રભુભાઇ

રાજકોટઃ સુંદરકાંડ એટલે જેમાં બધું જ સુંદર છે અને હનુમાનજીની શકિત અને સ્‍વામી ભકિતઃ વિશેનું જે વર્ણન છે તે પઠન અને પ્રવચન શ્રી અશ્વિનકુમાર પાઠકના મુખે સાંભળવું અને સમજવા માટે આ અમુલ્‍ય પ્રસંગ રાજકોટને આંગણે છે.

શ્રી રામ સુંદરકાંડ પરિવાર (અમદાવાદ) શ્રી અશ્વિનકુમાર પાઠક દ્વારા ચાલતા નિઃશુલ્‍ક, નિરંતર, અવિરત, વિશ્વવ્‍યાપી સુંદરકાડ અભિયાનના ભાગરૂપે તેમનો આગામી પાઠ નં. ૯૪૨૪ તથા પાઠ નં. ૯૪૨૫ રાજકોટ ખાતે  તા. ૧૧ને શનિવારના રોજ રાત્રીના ૮.૩૦ કલાકે શ્રી દ્વારકાધીશ હાઈટસ, શીતલ પાર્ક બસ સ્‍ટોપ પાસે, શ્રી વલ્‍લભાશ્રય હવેલી સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ તથા તા. ૧૨ને રવિવારના રોજ રાત્રીના ૮.૩૦ કલાકે શ્રી રંગીલા હનુમાનજી મંદિર, ૧૪, વિવેકાનંદનગર, ડો. આંબેડકર ભવન સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પાઠમાં આવનાર ભક્‍તજનોને બેસવા માટે નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા રાખેલ  હોવાનું જણાવાયું છે.

અત્રે ઉલ્‍લેખનિય છે કે શ્રી અશ્વિનકુમાર પાઠક શ્રી અશ્વિનકુમાર પાઠકજી સ્‍થાપિત શ્રી રામ સુંદરકાંડ પરિવાર - અમદાવાદની સ્‍થાપના  દ્વારા ચાલતા સુંદરકાંડ મહાઅભિયાનનો ઉદ્દેશ લોકો આપણા હિન્‍દુ ધર્મ તથા સંસ્‍કૃતિથી પરિચિત થાય તેના ભાગરૂપે ચાલતા આ મહાઅભિયાન ચલાવી રહ્યા હોવાનું  જણાવાયું છે. તેઆએ દેશ વિદેશમાં સુંદરકાંડના પાઠનું અમૃત રસપાન કરાવેલ છે. આવતી કાલે તા. ૧૧ ના શનિવારે તથા તા. ૧૨ના રવિવારે યોજાનાર સુંદર  કાંડ પાઠનો લાભ લેવા આમંત્રણ અપાયું છે. વધુ માહિતી માટે  શેખરભાઇ સૂચક મો. ૮૨૦૦૩ ૬૨૧૧૬ અભયભાઈ રામપરીયા મો. ૯૮૨૪૮ ૬૬૧૩૧  સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:55 PM IST)