<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વોર્ડ નં.૧૩માં રૂા.૭૧.૪૫ લાખના વિકાસ કામો મંજુર

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩માં (૧)રૂા.૪૪.૫૩ લાખના ખર્ચે ધારા ગેસ ગોડાઉનવાળા રોડ પર વિજય હોટેલથી ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધી નવું ડ્રેનેજ નેટવર્ક બનાવવાનું કામ તથા (ર)રૂા. ૨૬.૯૧ લાખના ખર્ચે પ્રાઈવેટાઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાનું કામ, આમ કુલ મળી રૂા.૭૧.૪૫ લાખના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ શાસકપક્ષ નેતા તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટરશ્રીઓ સુરેન્‍દ્રસિંહ વાળા, નિતીનભાઇ રામાણી, જયાબેન ડાંગર તેમજ સોનલબેન સેલારા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે. (૩.૧૬)

(3:09 PM IST)