<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વોર્ડ નં. ર માં વોંકળા પાકા કરાશેઃ રૂા. ર.૭૯ કરોડનો ખર્ચ

 રાજકોટ :.. મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૨માં  (૧) રૂા. ૧.૮૯ કરોડના ખર્ચે મ્‌ારૂતિનગર શેરી નં.૩ (એરપોર્ટ રોડથી) પોલીસ હેડ કવાર્ટસની ગોળાઇ સુધી વોકળો પાકો કરવાનું  તથા (ર) રૂા.  ૮૯.૯૧ લાખના ખર્ચે  પશુ દવાખાના (ફૂલછાબ ચોક પાસે) થી હરીહર ચોક સુધી વોકળામાં બોકસ ગટર બનાવી વોકળો પાકો કરવાનું કામ્‌, આમ કુલ મળી રૂા.૨.૭૯ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં  આવેલ છે.

          ઉક્‍ત કામ મંજુર  કરવા બદલ વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, શાસક પક્ષ દંડક મિનષભાઇ રાડીયા, તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ  સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે. 

(3:10 PM IST)