<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વોર્ડ નં.૦૬માં ડ્રેનેજ લાઇન નખાશેઃ ફાયર સ્‍ટેશન રિડેવલપ કરાશે

 રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬માં રૂા. ૩૪.૪૫ લાખના ખર્ચે પરશુરામ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં બાકી રહેતા ભાગમાં ડ્રેનેજ મેઈન લાઈન તથા હાઉસ કનેક્‍શન ચેમ્‍બર બનાવવાનું કામ રૂા. ૨૬.૦૬ કરોડના ખર્ચે ભાવનગર રોડ પર બેડીપરા વિસ્‍તાર આવેલ ફાયર સ્‍ટેશનનું રીડેવલપમેન્‍ટ કરવાનું કામ તથા રૂા. ૧૩.૦૭ લાખના ખર્ચે માંડાડુંગર વિસ્‍તારમાં રામ પાર્ક હોકર્સ ઝોનમાં આંગણવાડી બનાવવાનું કામ, આમ કુલ મળી ઈં ૨૬.૫૩ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર ભાવેશભાઇ દેથરીયા, પરેશભાઇ આર.પીપળીયા તથા મંજુબેન કુંગશીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે

(3:12 PM IST)