<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

કોઠારિયા સ્‍મશાન પાસે નદી ઉપર બોક્ષ કલવર્ટ (બ્રિજ) બનશે વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટરોના પ્રયત્‍ન સફળ

 

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં (૧) રૂા. ૧૭.૫૩ લાખના ખર્ચે કોઠારીયા ગામ ખાતે શહેરી આરોગ્‍ય કેન્‍દ્રમાં હોસ્‍પીટલ લિફ્‌ટ (સ્‍ટ્રેચર લિફ્‌ટ)નું સપ્‍લાય, ઇન્‍સ્‍ટોલેશન, ટેસ્‍ટીંગ અને કમિશનીંગ, ઇલેક્‍ટ્રીકલ અને મીકેનીકલ વર્ક સાથે  ૦૫ વર્ષનાં કોમ્‍પ્રેહેન્‍સીવ સર્વિસ અને મેઇન્‍ટેનન્‍સ સાથે કરવાનું કામ તથા(૨) રૂા.૪.૯૪ કરોડના ખર્ચે કોઠારીયા ગામતળ તથા લાપાસરીને જોડવા,  કોઠારીયા સ્‍મશાન પાસે નદી ઉપર બ્રીજ (બોક્ષ કલવર્ટ) બનાવવાનું કામ, આમ કુલ મળી રૂા.૫.૧૨ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા,  ભારતીબેન પરસાણા તથા દક્ષાબેન વાઘેલા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:13 PM IST)