News of Friday, 10th October 2025
વોર્ડ નં.૦૪માં ટીપી સ્કીમના ટીપી રોડને પેવરથી મઢાશે : ૧૬.૩૩ કરોડનો ખર્ચ મંજુર

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૪માં (૧)રૂ.૧૧.૩૯ કરોડના ખર્ચે જુદી જુદી ટીપી સ્કીમમાં ટીપી રોડને વાઈડનીંગ કરી પેવર કરવાનું કામ તથા (૨)રૂ.૪.૯૪ કરોડના ખર્ચે જુદી જુદી ટીપી સ્કીમમાં ટીપી રોડને ડીઝાઇન કરી પેવર કરવાનું કામ, આમ કુલ મળી રૂ.૧૬.૩૩ કરોડના કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ માન.મેયરશ્રી તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, શ્રી કાળુભાઇ કુંગશીયા, પરેશભાઇ પીપળીયા તથા કંકુબેન ઉધરેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:13 PM IST)










