<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

રાજકોટ જીલ્લાના ગામડાના બહેનો માટે કોસ્‍ચ્‍યુમ જવેલરી બનાવટ અને ફાસ્‍ટફૂડ લઘુ ઉદ્યમીની તાલીમ

રહેવા જમવાની નિઃશૂલ્‍ક સુવિધા, નિશ્‍ણાંતો દ્વારા તાલીમ, સંસ્‍થા દ્વારા સાહિત્‍ય પુરૂ પાડવામાં આવે છે

રાજકોટઃ એસબીઆઇ આરસેટી ગ્રામિણ સ્‍વરોજગાર તાલિમ સંસ્‍થા રાજકોટ દ્વારા રાજકોટ જીલ્‍લાના ગામડાના બહેનો માટે નિઃશૂલ્‍ક રહેવા તથા જમવા સાથે  ૧૪ દિવસની કોસ્‍ચ્‍યુમ જવેલરી બનાવટ અને  ૧૨ દિવસની ફાસ્‍ટફૂડ લઘુ ઉઘમીની તાલીમ આપવામાં આવી રહી છે.

એસબીઆઇ બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત અને ગ્રામ વિકાસ વિભાગ (જીએલપીસી )ગુજરાત સરકાર તરફથી ગામડામાં વસતા ૧૮ થી ૪૫ વર્ષની વય જૂથના ગરીબ પરિવારના બેરોજગાર યુવક-કક્ષા બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ (જીએલપીસી) ગુજરાત યુવતીઓને ૬૦ કરતા પણ વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્‍યે આપવામાં આવતી હોવાની  સંસ્‍થાની યાદીમાં જણાવાયું  છે.

હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ, ગારડી ગેટ-ર પાસે, એ.જી. સ્‍ટાફ ક્‍વાર્ટર્સ સામે. એસ.બી.આઈ ગ્રામીણ સ્‍વ-રોજગાર તાલીમ સંસ્‍થામાં ૧૪ દિવસની કોસ્‍ચ્‍યુમ જ્‍વેલેરી બનાવટ અને ૧૨ દિવસની ફાસ્‍ટફૂડ લઘુ ઉદ્યમીની તાલીમ ચાલુ છે. આ તાલીમ આખો દિવસ સવારે ૯:૩૦ થી સાંજના ૬ વાગ્‍યા સુધી શરૂ રહે છે તેમજ ચા-નાસ્‍તો અને જમવાનું તથા રહેવા માટે હોસ્‍ટેલની સુવિધા પણ નિઃશુલ્‍ક આપવામાં આવે છે. ઉક્‍ત તાલીમમાં તાલીમાર્થીઓને ઉચ્‍ચ કક્ષાની તાલીમ હેતુ તમામ પ્રકારનું રો મટીરિઅલ નિઃશુલ્‍ક પુરૂ પાડવામાં આવે છે

કોસ્‍ચ્‍યુમ જ્‍વેલેરી બનાવટના તાલિમાર્થીઓને દરેક પ્રકારની કોસ્‍ચ્‍યુમ જવેલેરી જેમ કે બેંગલ્‍સ, ઇયર રીંગ્‍સ, નેકલેસ, કંદોરા, તેમજ દુલ્‍હન સેટ વિગેરેનું પ્રશિક્ષણ વિષય નિષ્‍ણાંત જલ્‍પાબેન જોષી દ્વારા શીખવવામા આવે છે તેમજ ફાસ્‍ટફૂડ લઘુ ઉધમીના તાલીમાર્થીઓને દરેક પ્રકારની ફાસ્‍ટફૂડ જેમ કે દાબેલી. વડા પાઉ, ઢોસા, ઇડલી સાંભર  ચાઇનીસ, મંચુરીયમ, સેન્‍ડવીય, પીત્‍ઝા, ગાઠીયા, તેમજ પાણીપુરી જેવી અવનવી ફૂડ આઇટમ્‍સ અનુભવી માસ્‍ટર ટ્રેનર પ્રીતીબેન દરજી દ્વારા આપવામાં આવે છે.

હાલ રાજકોટ જિલ્‍લાના ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જસદણ, વિછિયા તાલુકાના છેવાડાના ગામડાઓના બહેનો આ તાલીમ લઇ રહ્યા છે. તાલીમ બાદ તેમને સર્ટીફિકેટ આપવામાં આવે છે અને પોતાનો સ્‍વતંત્ર વ્‍યવસાય શરૂ કરવા સંસ્‍થા તરફથી નાણાકીય જરૂરિયાત હોય તો વિવિધ લોન વિષે માહિતગાર કરવામાં આવતી હોવાનું જણાવાયું છે.

સંસ્‍થા દ્વારા દિવાળી બાદ ગ્રામિણ વિસ્‍તારના બહેનો માટે આસીસ્‍ટન્‍ટ બુકકીપર (ટેલી એકાઉન્‍ટ), એલએમવી  ડ્રાઇવીંગ અને જ્‍યુટ પ્રોડક્‍ટ જેવી તાલિમ શરૂ કરવામાં આવનાર છે.  દેશભરમાં આ પ્રકારની ૬૦૯ જેટલી આર.સે.ટી. આવેલી છે જે ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર, જીલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી રાજ્‍ય સરકાર, અને એસ.બી.આઈ. બેન્‍કના સહિયારા સાથથી સંચાલન થતું  હોવાનું જણાવાયું છે.

રાજકોટ અને મોરબી જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારના બેરોજગાર યુવક યુવતીઓ સંસ્‍થાની મુલાકાત લઇને તાલીમ લેવા માટે આવી શકે છે તેમ આર.સે.ટી. ડીરેક્‍ટર પવન કુમાર ગોર અખબારી યાદીમાં જણાવે છે.

વધુ વિગત માટે ડીરેક્‍ટર પવન કુમાર ગોર મો.નં. ૭૬૦૦૦૩૫૨૨૩, ફેકલ્‍ટી જીગ્નેશભાઇ ગોસ્‍વામી મો.નં. ૯૯૭૮૯૧૧૦૦૮, ફેકલ્‍ટી સંદીપ મઢવી મો.નં. ૯૭૩૭૩૯૭૨૭૩ તેમજ ઓફીસ આસીસ્‍ટ્‍ન્‍ટ ગ્રિષ્‍માબેન અને પાયલબેનનો સંપર્ક કરી શકાય છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(4:14 PM IST)