<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રામભાઇની મુલાકાત

રાજકોટ તા. ૧૦: ભારતના રાષ્‍ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ કાલથી બેદિવસના સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવ્‍યા છે આજે સાંજે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે તેઓનું આગમન થયું હતું. ત્‍યારબાદ મોટર માર્ગે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પોતાના કાફલા સાથે આવી ગયા હતા. રાત્રી રોકાણ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાષ્‍ટ્રપતિશ્રીએ કર્યું હતું.

રાજકોટમાં ભારતના રાષ્‍ટ્રપતિ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુને  રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આવકાર્યા હતા.

આ તકે ગુજરાત રાજ્‍યના પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળતિઓ, વન અને પર્યાવરણ તથા ક્‍લાયમેટ ચેન્‍જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, રાજકોટના ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા સહિતના ઉપસ્‍થિત રહયા હતા.

આજે બપોરે રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજકોટમાંથી વિદાય લીધી ત્‍યારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ તેમને વિદાય આપી હતી. 

(4:07 PM IST)