<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

પીસીબીએ શિવરાજને માલીયાસણ ચોકડીએથી પિસ્‍તોલ સાથે પકડયો

ફાળદંગમાં ડખ્‍ખો કરી ભાગી ગયો હતો પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણની કામગીરીઃ કિરતસિંહ, વાલજીભાઇ, રાહુલગીરીની બાતમી

રાજકોટઃ પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, રાહુલગીરી ગોસ્‍વામી અને કોન્‍સ. વાલજીભાઇ જાડાને બાતમી મળતાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલીયાસણ ચોકડીએ ખોડિયાર પાન પાસેથી શિવરાજ ધીરૂભાઇ વાળા (ઉ.વ.૨૪-રહે. ફાળદંગ ગામ હનુમાનજી મંદિર પાસે, પીપળાવાળી શેરી)ને રૂા. ૧૦ હજારની દેશી બનાવટની પિસ્‍તોલ સાથે પકડી લીધો હતો.

પોલીસના કહેવા મુજબ શિવરાજ વાળા વિરૂધ્‍ધ અગાઉ પણ કુવાડવા રોડ પોલીસમાં  જૂગારધારા, અપહરણ, દારૂ, આજીડેમમાં મારામારી અને ભાડલામાં જૂગારધારાનો મળી કુલ પાંચ ગુના નોંધાઇ ચુક્‍યા હતાં. આ શખ્‍સ પિસ્‍તોલ ક્‍યાંથી લાવ્‍યો? તેની તપાસ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્‍વામી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્‍દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી.

(12:11 PM IST)