<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

નવા વાહનોની ખરીદી ઉપર રાજકોટ મહાનગર પાલીકા ટેક્ષ વસુલ કરી શકે નહિ : આવો ટેક્ષ ઉઘરાવવાની પાલીકાને સતા નથી

વર્ષોથી કાયદાની જોગવાઇ વિરૂધ્‍ધ થતી ટેક્ષ વસુલી સામે જાહેર હિતનો દાવો

રાજકોટ, તા.૧૧: રાજકોટ શહેરનાં જાગળત નાગરિકો રમેશભાઈ સાકરીયા વિગેરે દ્વારા, સમગ્ર જનસમુદાયને અસરકારક તેમજ એક મહત્ત્વપૂર્ણ જાહેરહિતનો દાવો રાજકોટ સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકા છેલ્લા ઘણા સમયથી શહેરની હદમાં નવા વાહનોની ખરીદી વખતે ‘RMC ટેક્ષ' વસૂલ કરી રહી છે. જોકે, ગુજરાત પ્રોવિન્‍શિયલ મ્‍યુનિસિપલ કોર્પોરેશન્‍સ એક્‍ટ, ૧૯૪ હેઠળ પાલિકાને આવો કોઈ ટેક્ષ વસૂલ કરવાનો કાયદેસર અધિકાર કે સત્તા નથી. તેમ છતાં છેલ્લા ઘણા વર્ષોથી આ ટેક્ષ વસૂલાત ચાલતી આવી છે, જે ગેરકાયદેસર તથા કાયદાની જોગવાઇઓની વિરુદ્ધ છે.

આથી, ઉપરોકત ગેરકાયદેસર વસૂલાત સામે જનહિતમાં નાગરિકો દ્વારા કોર્ટ સમક્ષ દાવો લાવવામાં આવ્‍યો છે, જેમાં રાજકોટ મહાનગર પાલિકા પાસે આવો ટેક્ષ વસૂલ કરવાનો કોઇ કાયદેસર હક્ક નથી. તે અંગે કોર્ટ સમક્ષ જાહેરહિતમાં ઘોષણા કરવાની માંગણી કરવામાં આવી છે.

નોંધી શકાય તેવી બાબત એ છે કે, આ પ્રકારનો જાહેરહિતનો દાવો દાખલ કરતાં પહેલાં કાયદા મુજબ કોર્ટ પાસેથી પૂર્વ પરવાનગી મેળવવી ફરજિયાત છે. જે સંબંધે વાદીનાં ધારાશાષાી ભાવિક ટી. આંબલીયા, ધવલ એ. મેઘાણી તથા  રાઘવજીવી. ઘેલાણી દ્વારા કાયદાકીય રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્‍યાને લઇ નામદાર કોર્ટશ્રીએ દાવો દાખલ કરવાની પરવાનગી મંજુર કરી છે.

આ રીતે, રાજકોટનાં ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્‍યું છે કે જનતા પરથી ગેરકાયદેસર રીતે વસૂલાત થતાં ટેક્ષ અંગે જાહેરહિતનો દાવો સીવિલ કોર્ટ સમક્ષ લાવવામાં આવ્‍યો છે, જે ગુજરાતભરનાં નાગરિકોનાં હિત માટે એક મહત્‍વપૂર્ણ અને માઇલસ્‍ટોનરૂપ પગલું ગણાય છે.

હાલના દાવામાં વાદીઓ વતી અધિવક્‍તા ભાવિક ટી. આંબલીયા, ધવલ એ. મેઘાણી તથા શ્રી રાઘવજી વી. ઘેલાણી રોકાયેલા છે.

ભાવિક ટી. આંબલીયા   ધવલ એ. મેઘાણી     રાઘવજી વી. ઘેલાણી

એડવોકેટસ

(2:13 PM IST)