News of Saturday, 11th October 2025
લક્ષ્મીનગરમાં રૂા.૧૩ હજારના દારૂ ભરેલી કાર સાથે વેપારી મહેશ પકડાયો
ડીસીપી ઝોન-રની એલસીબીનો દરોડોઃ દારૂ અને કાર મળી રૂા.૧,પ૧ લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટઃ તા. ૧૧, નાનામવા રોડ પર લક્ષ્મીનગરમાં ડીસીપી ઝોન-ર ની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૧૩ હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે વેપારીને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ નાનામવા રોડ લક્ષ્મીનગરમાં એક શખ્સ કારમાં વિદેશી દારૂની ડીલેવરી કરવા આવ્યો હોવાની બાતમી મળતા ડીસીપી ઝોન-ર ની એલસીબીના એ.અસે.આઇ જે.વી.ગોહેલ, હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા, રાહુલભાઇ ગોહેલ, ધર્મરાજસિંહ ઝાલા તથા કોન્સ. કુલદિપસિંહ રાણા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.૧૩,ર૦૦/- ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે આઇ-૧૦ કારમાંથી વેપારી મહેશ ભનુભાઇ મુછડીયા (ઉ.વ.રપ) (રહે. લક્ષ્મીનગર શેરી નં. પ, નાના મવા રોડ) ને પકડી લઇ દારૂ તથા કાર મળી રૂા. ૧,પ૧,૪૦૦ નો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
(2:25 PM IST)










