<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ભીમરાવ આંબેડકરનગરના ૧૭ વર્ષના હિમાંશુ શેખવાનો ઝેર પી આપઘાત

બે ભાઇમાં મોટો હતોઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૧૧: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર નજીક ભીમરાવ આંબેડકરનગરમાં રહેતાં  હિમાંશુ કમલેશભાઇ શેખવા (ઉ.વ.૧૭) નામના સગીરે ગઇકાલે સવારે ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે આજીડેમ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર હિમાંશુ બે ભાઇમાં મોટો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. હિમાંશુ ગઇકાલે પિતાનું બાઇક લઇને બહાર ગયા બાદ ઘરે આવ્‍યો હતો અને અકળ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બેભાન હાલતમાં જ મૃત્‍યુ પામ્‍યો હોઇ કારણ બહાર આવ્‍યું નહોતું. દસ ધોરણ સુધી ભણ્‍યા બાદ હિમાંશુએ અભ્‍યાસ છોડી દીધો હતો. આપઘાતનું કારણ જાણવા આજીડેમ પોલીસે તપાસ યથાવત રાખી છે. 

(3:54 PM IST)