<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

કાલે મવડી ખાતે ગોપાલ ઇટાલીયાની જનસભા

ભાજપ-કોંગ્રસના આગેવાનો ‘‘આપ'' નો ખેસ ધારણ કરશેઃ નગરજનોને આમંત્રણઃ તૈયારીઓનો ધમધમાટ

રાજકોટઃ આમ આદમી પાર્ટી રાજકોટ શહેર સંગઠન દ્વારા તા. ૧૨  રવિવાર સાંજે ૮  વાગ્‍યાથી મવડી રોડ પર આવેલ રિયલ પ્રાઈમ નજીકના બાપા સીતારામ ચોક ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સભામાં  આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલિયા જનસભાને સંબોધન કરશે.

આ સભામાં ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ આપમાં જોડાશે, રાજકોટ શહેરના નાગરિકોને સભામાં ઉપસ્‍થિત  રહેવા નિમંત્રણ અપાયું છે. પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી, આમ આદમી પાર્ટીના નેતા ચેતનભાઈ કમાણી, ટ્રેડ વિંગના પ્રદેશ પ્રમુખ શિવલાલ બારશિયા, દિલીપસિંહ વાઘેલા, તેજસ ગાજીપરા, રાહુલ ભુવા તથા કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં સીએ રાહુલ ભુવા-પ્રદેશ મંત્રી, દીનેશ જોષી-૬૮ પ્રભારી, તેજસ ગાજીપરા-જીલ્લા પ્રમુખ, મનોજ કનેરીયા-કીશાન વિંગ જીલ્લા પ્રમુખ અને સંજયસીંહ વાઘેલા-લોકસભા સહ ઇન્‍ચાર્જ નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૨૩)

યુવા ભાજપના મંત્રી જય બોરીચાનો આજે જન્‍મદિવસ

રાજકોટ,તા.૧૧: મવડી વિસ્‍તારમાં જે માડી ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃતિઓથી કાર્યરત યુવા ભાજપના મંત્રી જય મેહુલભાઈ બોરીચાનો આજે જન્‍મદિવસ છે. સેવાકીય પ્રવૃતિઓનો વારસો જયને દાદા નાથાભાઈ દ્વારા ગળથુથીમાં મળેલ છે. દાદા ગુજરાત આહીર સમાજના મંત્રી રહી ચુક્‍યા છે. જય બોરીચા બહોળો મિત્ર વર્તુળ ધરાવતા અને યુવા બિલ્‍ડર તેમજ જે માડી ટી સ્‍ટોલના બિઝનેશ સાથે પણ સંકળાયેલા છે. આજે એમના ૨૮ વર્ષના મંગલ પ્રવેશ અવસરે જન્‍મદિવસે સિવિલ હોસ્‍પીટલમાં ફ્રૂટ વિતરણ કરીને એકદમ સાદાઈથી મનાવશે. આજે જન્‍મદિવસ પ્રસંગે તેઓને (મો.૯૦૧૬૩ ૧૧૧૧૧) ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છા મળી રહી છે.

(2:29 PM IST)