News of Saturday, 11th October 2025
લુણાગરીયા પરિવાર દ્વારા ખીજડીયા (ભાવુભા) ખાતે બુધવારે બ્રહ્માણીધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રાજકોટ તા. ૧૧ : ધમલપરથી ખીજડીયા રોડ (તા.રાજકોટ), ભાવુભા ખીજડીયા ખાતે આવેલ બ્રહ્માણી ધામ ખાતે તા. ૧૫ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે આ અંગે વિગતો વર્ણવતા મહોત્સવ સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે લુણાગરીયા પરિવારના કુળદેવી શ્રી ખોડીયાર માતાજી તથા આઇશ્રી ખોડીયાર માતાજી તથા લુણાગરીયા પરિવારના સુરાપુરા દાદા ખેતાઆપા તથા સતીમાં તથા ખેતલાદાદા તથા પંચના માતાજી આઇશ્રી નાગબાઇમાંની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૩ થી ૧૫ યોજેલ છે.
પ્રથમ દિવસે તા. ૧૩ ના સવારે ૧૦ વાગ્યે વિધી સ્નાન, હેમાદ્રી શ્રવણ ૮.૩૦ કલાકે, ગણપતિ પુજન મંડપ માતૃકા પુજન ૧૨ કલાકે, ગણપતિ પુજન પુન્યાવાચન બ્રહ્માવરણ આચાર્યવાહી બ્રહ્માપૂજન બપોરે ૩ કલાકે મુર્તિના સામૈયા અને જલયાત્રા - નગરયાત્રા બપોરે ૪ કલાકે સ્થાપિત પૂજન થશે.
બીજા દિવસે તા. ૧૪ના મંગળવારે સવારે સૂયાર્ધવંદન ગણપતી પુજા, માતૃકા પૂજન, કુંડ પૂજન, કુશાંડી ગ્રહશાંતિ પ્રધાનહોમ ૧૨ કલાકે, સ્થાપિત દેવ પુજન હોમ જલાધિવાસ, શય્યાધિવાસ સાંજે ૪.૩૦ કલાકે થશે.
ત્રીજા દિવસે તા. ૧૫ ના બુધવારે સવારના શાંતિ પુષ્ટી હોમ, વાસ્તુ હોમ કુટીરહોમ, દેવી પ્રતિમાતાન્યાસ મંદિરમાં સ્થાપના પ્રતિષ્ઠા બપોરના ૧૧.૩૦ કલાકે, શિખર પુજન અભિષેક ધ્વજા આરોહણ, પૂર્ણાહુતિ બપોરના ૧૧.૪૫ કલાકે થશે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્યપદે શાષાી શ્રી બાલકૃષ્ણભાઇ પી. ત્રિવેદી (પરબવાવડી)વાળા સેવા આપશે. મહાપ્રસાદ તા. ૧૫ના બુધવારે બપોરે ૧૧ વાગ્યે રાખેલ છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ મોલીયા, કોર્પોરેટર દીલીપ લુણાગરીયા, બેડીપરા લેઉવા પટેલ સમાજના પ્રમુખ એસ.આર. પટેલ વગેરે ઉપસ્થિત રહેશે.
સમસ્ત લુણાગરિયા પરિવારને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બાબુભાઇ લુણાગરીયા (મો.૯૪૦૮૭ ૧૮૯૭૫), શીવલાલભાઇ લીંબાસીયા (મો.૯૮૭૯૫ ૪૭૫૬), કેશવલાલ લીંબાસીયા, હરેશભાઇ લીંબાસીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૩)
(2:57 PM IST)










