News of Saturday, 11th October 2025
મોરારીનગરના કારખાનેદાર હરેશભાઇ ડાંગરનું હૃદય બેસી ગયું
પ્રગતિ સોસાયટીમાં પોતાના કારખાને કામ કરતી વખતે ઢળી પડયાઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. પ્રગતિ સોસાયટીમાં કારખાનામાં કામ કરતી વખતે કારખાનેદાર ઢળી પડતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ શહેરના હરિ ધવા માર્ગ પર બાબરીયા કોલોની મેઇન રોડ મોરારીનગર-૨માં રહેતાં હરેશભાઇ અરજણભાઇ ડાંગર (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ કોઠારીયા રોડ પ્રગતી સોસાયટી-૧ બાલાજી રેફ્રીજરેટર પાછળ ભગવતી મશીન ટુલ્સ નામના પોતાના કારખાને કામ કરી રહ્યા હતાં ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર હરેશભાઇ ડાંગર બે બહેન અને ચાર ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે કારખાનામાં કામ કરતાં હતાં ત્યારે ચાલુ કામે હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૧૦)
(3:54 PM IST)










