News of Sunday, 12th October 2025
રેફયુજી કોલોનીમાં ગીતાબેન મધલાણીના ઘરમાં જૂગારધામ ઝડપાયું: ૭૧૨૦૦ની માલમત્તા કબ્જે
પ્ર.નગર પોલીસે દરોડો પાડી પાંચ મહિલાઓ સામે કાર્યવાહી કરી

રાજકોટઃ જંકશન પ્લોટ રેફયુજી કોલોની ઝુલેલાલ મંદિર પાસે શિવકૃપા મકાનમાં રહેતાં ગીતાબેન વસંતભાઇ મધલાણીના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી પ્ર.નગર પોલીસે દરોડો પાડી ગીતાબેન તેમજ માલાબેન લોકચંદભાઇ મોનાણી-રહે. સિંધી કોલોની, મમતાબેન અશોકભાઇ અડવાણી રહે. રઘુનંદન સોસાયટી-૪, કમલાબેન શંકરભાઇ ઘેડી રહે. સિંધી કોલોની અને પૂજાબેન ઉર્ફ લચ્છીબેન વિજયભાઇ આહુજા રહે. રેફયુજી કોલોનીને પ્ર.નગર પોલીસે પકડી લઇ રૂા. ૫૧૨૦૦ રોકડા તથા ચાર મોબાઇલ ફોન મળી રૂા. ૭૧૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્ર.નગર પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ જે. બી. રાણીંગા, ચાંપરાજભાઇ ખવડ, તોૈફિકભાઇ જુણાચ, તોૈફિકભાઇ મંધરા, ક્રિષ્નાબેન મંધરા, વનરાજભાઇ બોરીચા, રીયાઝભાઇભપોત્રા સહિતે આ કામગીરી કરી હતી.
(11:07 AM IST)










