News of Sunday, 12th October 2025
રાજકોટની યુવતિને લગ્નની લાલચ આપી બેટી રામપરના મિતેશે ફસાવીઃ વારંવાર દૂષ્કર્મ આચરી લગ્નની ના કહી દીધી
એરપોર્ટ પોલીસે યુવતિની ફરિયાદને આધારે ગુનો નોંધ્યોઃ આરોપીની ધરપકડની તજવીજ

રાજકોટઃ દૂષ્કર્મની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. રાજકોટમાં રહેતી ૨૫ વર્ષની યુવતિને તેના જ દૂરના સગાએ હવસખોરીનો શિકાર બનાવતાં એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટમાં રહેતી ૨૫ વર્ષિય યુવતીને લગ્નની લાલચ આપી બેટી રામપરા ગામે રહેતા તેના દૂરના સંબંધી મિતેશ જયેશભાઇ બાંભણીયા નામના શખ્સે અવાર-નવાર દુષ્કર્મ આચરી ધમકી આપતાં તેણીની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કર્યો છે. યુવતિને હોટલ સહિતના અલગ-અલગ સ્થળોએ લઈ જઈ અવાર-નવાર દૂષ્કર્મ આચરી લગ્ન છેલ્લે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જણાવ્યું કે આરોપી મિતેષ ભોગ બનનાર યુવતીનો દૂરનો સંબંધી છે જેના અગાઉ લગ્ન થયા બાદ છૂટાછેડા થઈ ગયા છે. આરોપી અને યુવતી બંને એક બીજાથી પરિચિત હોવાથી આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી હોટલ સહિતના અલગ-અલગ સ્થળોએ લઇ જઈ અવાર નવાર હવસનો શિકાર બનાવી હતી. બાદમાં આરોપીએ લગ્ન કરવાની ના પાડી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ એરપોર્ટ પોલીસના પીએસઆઈ શક્તિસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગુનો દાખલ કરી આરોપી મિતેષની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
(11:09 AM IST)










