<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

રાજકોટમાં દિવાળીની ખરીદી માટેના હાર્દ ગણાતા ધર્મેન્દ્ર રોડ પર મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા

શહેરીજનો ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ખરીદી કરવા માટે આવ્યા : મહિલાઓ ઘર સુશોભનની ચીજવસ્તુઓ તેમજ કપડાની ખરીદીમાં વ્યસ્ત

રાજકોટમાં દિવાળીની ખરીદી માટેના હાર્દ ગણાતા ધર્મેન્દ્ર રોડ પર મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા છે . અહીં કપડા, શૂઝ, દિવાળીના સુશોભનને લગતી વિવિધ વસ્તુઓ મળે છે. ત્યારે રવિવારનો દિવસ હોવાથી ધર્મેન્દ્ર રોડ પર લોકોની ભીડ જામી. અહીં શહેરીજનો ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. મહિલાઓ ઘર સુશોભનની ચીજવસ્તુઓ તેમજ કપડાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી. દિવાળીને લઇને લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. જેના કારણે વેપારીઓની દિવાળી પણ સુધરી છે.

(8:40 PM IST)