News of Monday, 13th October 2025
કાંગશીયાળી પાસે શેડમાંથી ૭.૭પ લાખનો નકલી જંતુનાશક દવાનો જથ્થો પકડાયો :જુઓ વિડીયો
અમરેલીના દર્શન ગઢાદરાની ધરપકડઃ રૂરલ એસઓજી ટીમોન દરોડો

રાજકોટ તા. ૧૩ : શાપર-વેરાવળના કાંગશીયાળી પાસે શેડમાંથી રૂરલ એસઓજીએ દરોડો પાડી ૭.૭પ લાખનો નકલી જંતુનાશક દવાના જથ્થા સાથે અમરેલીના શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર રાજકોટએ જીલ્લામાં લાયસન્સ ધરાવતી કંપનીના ડુપ્લીકેટ નામ થી ખેત ઉત્પાદકની જતુનાશક દવાનું વેચાણ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના આવેલ હોય.
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જીનો સ્ટાફ શાપર(વે) વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કાયદેસર કંપનીના નોડલ અધિકારી પ્રેમ દયારામ શર્મા નાઓને આપેલ હકિકત આધારે કાંગશીયાળી ગામની સીમમાં આવેલ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પ્લોટ નં.૧૧ ના સેઇડ માંથી દર્શન જયેશભાઇ ગઢાદરા રહે.અમરેલી વાળા પાસેથી કાયદેસર કંપનીમા બનતી ખેતીની જતુનાશક દવાઓની ડુપ્લીકેટ દવાઓના જથ્થો જેની કિ.રૂ.૭,૭૫,૧૭૦/- સાથે ઝડપી પાડી શાપર(વે) પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.
પકડાયેલ આરોપી દર્શન જયેશભાઇ ગઢાદરા ઉ.વ.૧૯ રહે.અમરેલી, માણેકારા સોસાયટી શેરી નં.૪ના કબ્જામાંથી પોલીસે
(૧) યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) કંપનીની Phoskill Monocroto Rhos 36% SL (1Liter) ના બોકસ નંગ-૫ જેની કિ.રૂ.૪૨,૫૦૦/-
(૨) યુનાઇટેડ ફોસ્ફરસ લીમીટેડ (યુ.પી.એલ.) Saaf Carbe Nda2im 12% SL (૫૦૦ ગ્રામ પાઉચ) ના બોકસ નંગ-૭ જેની કિ.રૂ.૮૦,૪૬૦/-
(૩) સીજેંટા ઇન્ડીયા પ્રા.લી. Isabion (1 Liter) ના બોકસ નંગ-૧૦ જેની કિ.રૂ.૧,૮૧,૩૦૦/-
(૪) સીર્જેટા ઇન્ડીયા પ્રા.લી Score (250 ml) ના બોકસ નંગ-૬ જેની કિ.રૂ.૧,૭૫,૦૮૦/-
(૫) બાયર ક્રોપસાઇસ પ્રા.લી Roundop Herbicide (1 Liter) ના બોકસ નંગ-૭ જેની કિ.રૂ.૫૫,૬૫૦/-
(૬) બાયર ક્રોપસાઇસ પ્રા.લી Natiyo Syatemic Fungicide (100 Grams)ના બોકસ નં. ર૦ જેની કિ. રૂા. ર,૪૦,૦૦૦ તથા (૭) મોબાઇલ ફોન નંગ-૦૧ ની કિ.રૂ.૫,૦૦૦/- મળી રૂા. ૭,૮૦,૧૭૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સ. કે.એમ.ચાવડા તથા એ.એસ.આઇ. વિપુલભાઈ ગુજરાતી પો.હેડ.કોન્સ. શીવરાજભાઇ ખાચર, તથા પ્રહલાદસિંહ રાઠોડ, તથા મયુરભાઇ વિરડા, તથા અનિરૂધ્ધસિંહ જાડેજા તથા નૈમીષભાઇ મહેતા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, તથા વિપુલભાઇ ગોહિલ, તથા રામદેવસિંહ ઝાલા તથા નવદિપભાઇ બાબરીયા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઇ બાવળીયા દ્રારા કરવામાં આવેલ છે.
(3:27 PM IST)










