<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

હાઇડ્રીમ વેલનેસ સ્‍પામાં દિલ્‍હી, એમપી, યુપી, ગુજરાતની લલનાઓ રાખી ચલાવાતું હતું કૂટણખાનુ

પ્રમુખ સ્‍વામિ આર્કેડના એ-વીંગમાં બીજા માળે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી સંચાલક ભાણવડના જેન્‍તી વાઘેલા અને ટેલીકોલર પરીથીવી રામસીંગની ધરપકડઃ ૧૦૦૦ એન્‍ટ્રી ફી લેવાતી પછી લલના નક્કી કરે તે રકમ શરીર સંબંધ માટે ચુકવવી પડતી હતી એએચટીયુના પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ ગોસ્‍વામી અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૩: શહેરમાં સ્‍પાની આડમાં ચાલતાં કૂટણખાના પર પોલીસ સતત દરોડા પાડી રહી છે. એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે છેલ્લા સાડા ત્રણ મહિનામાં ડઝન જેટલા સ્‍પામાંથી કૂટણખાના ઝડપી લીધા છે. વધુ એક વખત આવી પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. જેમાં માલવીયા ચોક પ્રમુખ આર્કેડ એ-વીંગમાં બીજા માળે આવેલા હાઇ ડ્રીમ વેલનેસ સ્‍પામાં દરોડો પાડી કૂટણખાનુ ઝડપી લેવાયું છે. પોલીસે ભણવડના એક શખ્‍સ અને હાઉસકીપર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. અહિ મહારાષ્‍ટ્ર, દિલ્‍હી, એમપી, યુપી, ગુજરાતની ૮ લલનાઓને રાખી તેની પાસે લોહીનો વેપલો કરાવાતો હતો.

એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી હતી પ્રમુખ સ્‍વામિ આર્કેડ માલવીયા ચોકમાં બીજા માળે એ-વીંગમાં આવેલા હાઇ ડ્રીમ વેલનેસ સ્‍પામાં મસાજની આડમાં દેહવિક્રયની પ્રવૃતિ ચાલી રહી છે. આથી પોલીસે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો. ગ્રાહક સ્‍પા ખાતે પહોંચ્‍યો ત્‍યારે એન્‍ટ્રી ફીના ૧૦૦૦ વસુલાયા હતાં. બાદમાં શરીર સંબંધ બાંધવા માટે અલગથી રૂપિયા ૪૭૦૦ નક્કી કરાયા હતાં.  ડમી ગ્રાહકનો કોલ મળતાં જ પોલીસ અંદર ત્રાટકી હતી અને કાર્યવાહી કરી હતી.

પોલીસે સ્‍પામાં હાજર સંચાલક જેન્‍તી ગોવાભાઇ વાઘેલા (ઉ.વ.૩૨-રહે. રેમેશ્વર પ્‍લોટ, ભાણવડ જી. દેવભુમિ દ્વારકા) અને ટેલીકોલર-હાઉસકીપીંગનું કામ કરતાં પરીથીવી રામસિંગ (રહે. ચંદ્રલોક એપાર્ટમેન્‍ટ, કાલાવડ રોડ)ની સામે ધ ઇમ્‍મોરલ ટ્રાફિક એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી ત્રણ મોબાઇલ ફોન સહિત ૨૨૩૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.  અહિ એન્‍ટ્રી ફીના ગ્રાહક પાસેથી એક હજાર લીધા બાદ લલનાઓ નક્કી કરે તે રૂપિયા શરીર સંબંધ માટે ચુકવવાના થતાં હતાં. જે રકમ મળે તેમાંથી સંચાલક પણ ભાગ લેતો હતો. સાડા ત્રણ મહિનામાં પોલીસે શહરેના એક ડઝન જેટલા સ્‍પામાં ચાલતા કૂટણખાનાઓનો પર્દાફાશ કર્યો છે. 

પોલીસે સ્‍પાના રૂમમાં તપાસ કરતાં મહારાષ્‍ટ્રની બે, દિલ્‍હીની એક, મધ્‍યપ્રદેશની એક, ઉત્તરપ્રદેશની એક અને ગુજરાતની ત્રણ મળી કુલ આઠ રૂપલલના મળી આવી હતી. તેની પાસે સ્‍પા સંચાલક દેહ વેપલો કરાવતો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત એએચટીયુના પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, પીએસઆઇ એ. કે. ગોસ્‍વામી, હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, કોન્‍સ. ભુમિકાબેન ઠાકર, મહેશ ગણેશપ્રસાદ, લોકરક્ષક જ્‍યોતિબેન બાબરીયાએ આ કામગીરી કરી હતી.

(2:06 PM IST)