<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

શની કાગદડાને બી.એ. ડાંગર કોલેજના સંચાલકના પુત્ર આત્‍મન સહિત ચાર જણાએ ખૂનની ધમકી દીધી

તું કેમ કેસમાં સાક્ષી રહ્યો છો? કહી ગાળો દઇ કુહાડી બતાવી ડખ્‍ખો કરાયો રસ્‍તામાં આંતરી ઝપાઝપી કરી ચેઇન તોડી નાંખ્‍યોઃ વચ્‍ચે પડેલા શનીના પત્‍નિને પણ ધક્કો દઇ પછાડી દીધાઃ આત્‍મન, સતિષ, સાગરદાન અને અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૩: જામનગર રોડ પર આવેલી બી. એ. ડાંગર કોલેજના સંચાલકના પુત્ર સહિત ચાર જણાએ કોલેજની પાછળ જ રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાનને તું કેમ અમારા કેસમાં સાક્ષીમાં રહ્યો છ? તેમ કહી ગાળો દઇ ઝપાઝપી કરી કુહાડી બતાવી મારી નાંખવાની ધમકી આપતાં અને યુવાનના પત્‍નિ વચ્‍ચે પડતાં તેને પણ ધક્કો દઇ પછાડી દેતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ ૨૫ વારીયા ક્‍વાર્ટર નં. ૫૫૬માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં શનીકુમાર યોગેશભાઇ કાગદડા-સોની (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી ડાંગર કોલેજના સંચાલકના પુત્ર આત્‍મન આહિર, સતિષ જળુ, સાગર ગઢવી અને અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શનીકુમાર કાગદડાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું અને મારી પ્રાઇવેટ કારમાં રાજકોટ શહેરથી હીરાસર એરપોર્ટ સુધી ફેરા કરી ગુજરાન ચલાવું છું. રવિવારે બપોરે ત્રણેક વાગ્‍યે હું મારી કાર ગ્રીનલેન્‍ડ ચોકડીએ રાખી ઘરે જમવા માટે જતો હતો. આ વખતે મારા બાઇકમાં મિત્ર રમેશભાઇ પણ સાથે હતો. અમે એઇમ્‍સ હોસ્‍પિટલ પાસેથી નીકળ્‍યા ત્‍યારે રસ્‍તામાં સતિષ જળુ જે અમારા લત્તામાં આવતો જતો હોઇ જેથી ઓળખુ છું તેણે મને ઉભો રાખ્‍યો હતો અને ‘તું આત્‍મનભાઇ આહિરના કેસમાં સાક્ષી રહ્યો છો? તેમ પુછતાં મેં ના પાડી હતી અને હું તથા મિત્ર ત્‍યાંથી નીકળી ગયા હતાં.

બાદ હું અને અને મિત્ર રમેશભાઇ ત્‍યાંથી નીકળી રમેશભાઇના ઘર પાસે પાનનો ગલ્લો છે ત્‍યાં ઉભા હતાં. આ વખતે ડાંગર કોલેજના માલિકનો પુત્ર આત્‍મન આહિર આવ્‍યો હતો અને મને પુછ્‍યું હતું કે-તું કેમ મારા કેસમાં સાક્ષી રહ્યો છો? જેથી મેં કહેલું કે હું સાક્ષી નથી. આમ છતાં મને ગાળો દઇ મારી સાથે બોલાચાલી કરતાં મારો મિત્ર મારા પત્‍નિ વૈશાલીને બોલાવવા ગયો હતો. આ વખતે આત્‍મને વધુ ગાળો દીધી હતી અને ઝપાઝપી કરી હતી. ત્‍યાં સતિષ જળુ, સાગરદાન ગઢવી આવી ગયા હતાં અને અજાણ્‍યા શખ્‍સને બોલાવતાં આ શખ્‍સે કુહાડી લઇને આવી મને ગાળો દઇ ઝપાઝપી કરી હતી.

આ ઝપાઝપમાં મારો સોનાનો ચેઇન તૂટીને પડી ગયો હતો જે મેં લઇ લીધો હતો. માથાકુટ ચાલુ હતી ત્‍યાં મારા પત્‍નિ, મિત્ર રમેશભાઇ આવી જતાં મને વધુ મારથી છોડાવ્‍યો હતો. આ દરમિયાન મારા પત્‍નિને પણ ધક્કો મારી પછાડી દેતાં તેણીની ચુંદડી પણ ખેંચાઇ ગઇહ તી. બાદમા આત્‍મનેહવે બીજીવાર મારા હાથે ચડીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી અને બધા ભાગી ગયા હતાં. બાદ મેં પોલીસ ફયિરાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં શનીકુમાર કાગદડાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી ચારેયની શોધખોળ હાથ ધરી હતી. (૧૪.૯)

 

(3:56 PM IST)