<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

પુનીતનગરમાં પોલીસ ચોકી સામે યુવાનની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી

ત્રણેક દિવસ પહેલા બનાવઃ યુવાનના મૃતદેહનું ફોરેન્‍સીક પીએમ કરાવાયુઃ જમણા હાથમાં અંગ્રેજીમાં એલ.કે.ત્રોફાવેલુ છેઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા.૧૩: વાવડી પુનીતનગર માં પોલીસ ચોકીની સામે આવેલા આશ્રમના બગીચામાં એક અજાણ્‍યા યુવાનની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવતા તાલુકાપોલીસે તપાસ હાથધરી છે.

મળતી વિગત મુજબ પુનીતનગર-૧માં વાવડી પોલીસ ચોકીની સામે આવેલા મોજેમોજ હનુમાનદાદાના આશ્રમના બગીચામાં ર્દુગંધ આવતા કોઇએ તપાસ કરતા એક અજાણ્‍યા યુવાને ઝાડ સાથે લટકતી હાલતમાં જોતા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.જે. પરમાર સહિતના સ્‍ટાફે સ્‍થળપર પહોંચી તપાસ કરતા યુવાનને મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોઇ તેને નીચે ઉતારી ફોરેન્‍સીક પીએમ કરાવવા માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આશરે ૨૫ વર્ષીય યુવાને ત્રણ દિવસ પહેલા ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્‍યુ છે.

તેણે જમણા હાથમાં અંગ્રેજીમાં એલ.કે. ત્રોફાવેલ છે. તેણે બ્‍યુકલરનું જીન્‍સઅને બ્‍લુકલર જેવો શર્ટ પહેરેલ છે યુવાન પાસેથી મળેલા મોબાઇલના આધારે પોલીસે તપાસ હાથધરી છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોઇ તો તાલુકા પોલીસ સ્‍ટેશન ફોનંબર ૬૩૫૯૬૨૭૪૧૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.  

(3:56 PM IST)