તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 13th October 2025
ભારતીય બૌધ્ધ મહાસભા અને સમતા સૈનિક દળ દ્વારા કાલે બૌધ્ધ દિક્ષા સમારોહ - ધમ્મ પદયાત્રા

રાજકોટ તા. ૧૩ : ભારતીય બૌધ્ધ મહાસભા તથા સમતા સૈનીક દળ રાજકોટ દ્વારા તત્વ અનુસંધાને ૬૯મો ધમ્મચક્ર પ્રવર્તન દિન અને ૨૨૮૭મો અશોક વિજયા દશમી દિનને અનુલક્ષીને તા. ૧૪ ઓકટોબરના કાલે મંગળવારે બૌધ્ધ ધમ્મ અંગીકાર સમારોહ અને ધમ્મ પદયાત્રાનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે સમ્રાટ અશોકે બૌધ્ધ ધર્મ અંગીકાર કરેલ તેમજ ડો. બાબાસાહેબ આંબેડકરજીએ બૌધ્ધ ધર્મ અંગીકાર કરેલ તે દિવસની સ્મૃતિમાં આ સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં રાજકોટમાં ૩૧ પરિવારના આશરે ૧૦૦ વ્યક્તિ બૌધ્ધ ધમ્મ શરણ ગમન કરશે.
આ દીક્ષા સમારોહ કાલે તા. ૧૪ ના મંગળવારે સવારે ૧૦ થી ૧૨ પૂર્ણિમા કોમ્યુનીટી હોલ, ચંદ્રેશનગર મેઇન રોડ, બેકબોન રોડ ખાતે યોજાશે. એ પૂર્વે સવારે ૯ વાગ્યે આ દીક્ષાર્થીઓ સાથે ભક્તિનગર સ્ટેશન અન્ડર બ્રીજથી ધમ્મ પદયાત્રા યોજવામાં આવશે. જે દીક્ષા સમારોહ સ્થળે સમાપન પામશે. દીક્ષાર્થીઓ ભારતીય ગણતંત્રાત્મક પ્રક્રિયાને પૂર્ણ કરી સંવેધાનીક બૌધ્ધ માટે ભંતે પથીક શ્રેષ્ઠી અમર બુધ્ધ વિહાર વઢવાણના માધ્યમથી બૌધ્ધ ધમ્મમાં પોતાના મુળધર્મમાં પ્રવેશ કરાવશે.
સમગ્ર બૌધ્ધધમ્મ અંગીકાર સમારોહ અને ધમ્મ પદયાત્રાને સફળ બનાવવા ધમ્મબંધુ, ઉપાસક અને ઉપાસીકાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભંતે પથીક શ્રેષ્ઠી (મો.૯૯૭૯૮ ૬૮૯૭૨), વિનયસાગર જી. અનિત્ય (મો.૭૪૦૫૮ ૫૧૦૦૦), સ્નેહમિત્રા વિનયસાગર અનિત્ય (મો.૯૭૩૭૩ ૪૩૨૧૫), વિક્રમ પી. વોરા (મો.૯૬૩૮૩ ૬૨૧૫૦), ચંદ્રગુપ્ત મોર્યા (મો.૭૪૦૫૭ ૫૧૩૫૫), કરણ દડવી (મો.૯૭૬૯૩ ૩૮૪૬૮) નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:32 PM IST)










