News of Monday, 13th October 2025
જગદીશ વિશ્વકર્મા ૧૫મીએ રાજકોટમાં: અભિવાદન સમારોહ બેઠક

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ યાદીમાં જણાવ્યું હતું કે, જગદીશભાઈ વિશ્વકર્માજીની પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે વરણી થતાં આગામી તા.૧૫ને બુધવારે રાજકોટ શહેરમાં આવી રહ્યા હોય ભાજપ કમલ કાર્યાલયના ઓડીટોરીયમમાં અભિવાદન સમારોહ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હીરપરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, રાજકોટ શહેર સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પુર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દંડક નેતા મનીષભાઈ રાડીયા ઉપસ્થિત રહ્યા હતા.(૪૦.૧૩)
(2:34 PM IST)










