<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

રાજકોટ જિલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિની બપોરે બેઠકઃ હોદેદારોની પસંદગી

રાજકોટઃ તા.૧૩, આજે સોમવારના રાજકોટ શહેર/ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક બપોરેઃ ૩-૩૦ કલાકે કરણસિંહજી હાઇસ્‍કૂલ, રાજકોટના સેન્‍ટ્રલ હોલમાં મળશે. જેમાં રાજકોટ શહેર/ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદેદારોની બે વર્ષ માટેની સર્વાનુમતિ કે બહુમતીથી હોદેદારોની નિમણુંક કરવામાં આવશે.

ઉલેખનીય છે કે હાલના સંકલનના હોદેદારોના પ્રયાસોથી જૂની પેન્‍શન યોજનામાં ર૦૦પ પહેલા નિમણુંક પામેલ શૈક્ષણિક અને વહીવટી સંવર્ગના કર્મચારીઓનો સમાવેશ થાય છે તેવા કર્મચારીઓની જિલ્‍લ શક્ષણાધિકારીશ્રીના હકારાત્‍મક અભિગમથી દરખાસ્‍તો તૈયાર કરી ગાંધીનગર મોકલવાનની કામગીરી પુરજોશમાં ચાલુ છે. આવી રીતે અન્‍ય પડતર પ્રશ્‍નોની કામગીરી પણ થઇ રહી હોય, આ સંજોગોમાં સંકલન સમિતિના હોદેદારોની આજની બેઠકમાં નવી નિમણૂંક થતી હોય, આવનારા દિવસોમાં જિલ્લા શૈક્ષણિક અને વહીવટી પ્રશ્‍નોને વેગ મળશે. હાલ સમિતિના ડો. પ્રિયવદન કોરાટ-અધ્‍યક્ષ દિનેશ ભુવા-ઉપાધ્‍યક્ષ ડો. શૈલેષ સોજીત્રા-પ્રમુખ રસિકભાઇ ભંડેરી-ઉપપ્રમુખ ડો. લીલાભાઇ કડછા-મહામંત્રી અને કૌશિકભાઇ રાવલ-મંત્રી તરીેક તેમજ સભ્‍યો અને આમંત્રિત સભ્‍યો સહિત ર૩ સભ્‍યો કાર્યરત છે.  

(2:53 PM IST)