<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

મનપા દ્વારા વિકાસ સપ્‍તાહના ભાગરૂપે વોકાથોન યોજના

 રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫'ની ઉજવણીના ભાગરૂપે આજે તા.૧૩-૧૦-૨૦૨૫ના રોજ સવારે ૭ કલાકે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે, બહુમાળીભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતે ‘વોકાથોન'નું આયોજન કરવામાં આવેલ. ધારાસભ્‍ય ડૉ.દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવોના હસ્‍તે ફ્‌લેગ ઓફ કરી, ‘વોકાથોન'નો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને માન. મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ. આજની ‘વોકાથોન'માં બહોળી સંખ્‍યામાં શહેરીજનો જોડાયા હતા. આ વોકાથોનમાં ધારાસભ્‍ય ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકામાં મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, સંગઠનના હોદ્દેદારો, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, સ્‍પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાતના મેમ્‍બર અને પ્રતિનિધિઓ, UHC-CHCના પ્રતિનિધિઓ અને ખુબ વિશાળ બહોળી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.  આ કાર્યક્રમમાં શાબ્‍દિક સ્‍વાગત શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. ત્‍યારબાદ ઉપસ્‍થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી, ઉપસ્‍થિત મહાનુભાવોએ ઝંડી આપી વોકાથોનનો શુભારંભ કરાવેલ અને કાર્યક્રમના અંતે આભારવિધિ મેનેજર કૌશિક ઉનાવા દ્વારા કરવામાં આવેલ. 

(3:40 PM IST)