<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

એક સંકલ્‍પ...જળ સંચય અભિયાન બુધવારે હિટાચી મશીન લોકાપર્ણઃ ભવ્‍ય લોકડાયરો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભૂગર્ભ જળ સ્‍તરમાં વધારો કરવા ‘ડી.બી.કોર્પ.લિ.(દિવ્‍ય ભાસ્‍કર)' અને ‘ગીર ગંગા પરિવાર ટ્રસ્‍ટ'ના સંયુક્‍ત ઉપક્રમે ‘એક સંકલ્‍પ... જળ સંચય અભિયાન' અને હિટાચી મશીન લોકાર્પણ કાર્યક્રમ તેમજ સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીર, આમીર મીર અને સુપ્રસિદ્ધ  હાસ્‍ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા દ્વારા ભવ્‍ય ‘લોકડાયરા'નો કાર્યક્રમ તા.૧૫, બુધવારના રોજ રાત્રે ૦૮ કલાકે, શ્રી માધવરાવ સિધિયા ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે યોજાશે. 

કાર્યક્રમનું દિપ પ્રાગટ્‍ય ગુજરાત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ તેમજ રાજ્‍ય કક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ)ના વરદ્દ હસ્‍તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને  મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે. વિશેષમાં, આ પ્રસંગે શ્રી પંચ દશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્‍યક્ષ અને જૂનાગઢ ગીરનાર મંડળના પ્રમુખ  મહંત શ્રી ઇન્‍દ્રભારતી બાપુ આશીર્વચન આપશે.        

આ કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્મા ઉપરાંત , કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, નયનાબેન પેઢડીયા, ડો.માધવ દવે, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા,  ડો.ભરતભાઈ બોઘરા, બીનાબેન આચાર્ય, નરેન્‍દ્રસિહ જાડેજા, જયમીન ઠાકર, તુષાર સુમેરા, લીલુબેન જાદવ, મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિહ ઝાલા, અશ્વિનભાઈ મોલિયા, ઇન્‍દ્રભારતી બાપુ, સુરેન્‍દ્રસિહ વાળા, અશ્વિનભાઈ પાંભર,ગુજરાત સ્‍ટેટ ઓડીટર દેવેન્‍દ્ર ભટનાગર અને  દિવ્‍ય ભાસ્‍કર રાજકોટ નિવાસી તંત્રી હિરેનભાઈ ભટ્ટ ઉપરાંત ગીર ગંગા પરિવાર ટ્રસ્‍ટ દિલીપભાઈ સખિયા,કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહેશે.

(4:38 PM IST)