<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

સફાઇ સપ્‍તાહ : પ હજાર કામદારોએ વિવિધ વિસ્‍તારો કર્યા ચોખ્‍ખા ચણાટ

રાજકોટ, તા. ૧૪ : ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી દ્વારા ર-જી ઓકટોબરના રોજ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીને જન્‍મ જયંતિની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્‍વચ્‍છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. સ્‍વચ્‍છ ભારત મિશનના ૧૧ મી વર્ષગાંઠની‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૫' ને તા.૧૭ મી સપ્‍ટેમ્‍બર,૨૦૨૫ થી તા.૩૧ મી ઓક્‍ટોબર,૨૦૨૫ સુધી સ્‍વચ્‍છોત્‍સ્‍વ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્‍વયે મહાનગરપાલિકા દ્વારા તા. ૦૭ થી ૧૩ ઓકટોબર સુધી શહેરના સર્કલ, પ્રતિમા, ખુલ્લા પ્‍લોટ ,બેક લેન, મુખ્‍ય માર્ગની સફાઈ, બજાર અને વાણિજ્‍ય વિસ્‍તારની સફાઈ, પબ્‍લિક ટોયલેટ તથા કોમ્‍યુનિટી ટોયલેટ, જીવીપી વગેરે સ્‍થળોએ દરરોજ ૫૦૨૦ સફાઈ કામદારો દ્વારા સાત દિવસ દરમિયાન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૧ થી ૧૮ વોર્ડમાં પણ શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમાં વોર્ડ નં.૧ થી ૧૮ વોર્ડમાં લગત વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, સ્‍થાનિક આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.

(2:23 PM IST)