<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

રાજકોટ તાલુકાના ત્રંબા- વડાળી રોડ પર ૫.૯૦ કરોડના ખર્ચે બનનાર બ્રિજનું ખાતમુહુર્ત

ગામડાઓની વિકાસયાત્રાને ગોૈરવરૂપ ગણાવતા ભૂપત બોદર

રાજકોટ તા. ૧૪ : ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સીટી દ્વારા આયોજીત ઇન્‍ટરઝોન સાંસ્‍કૃતિક સ્‍પર્ધાઓ‘ક્ષિતિજ'માં વીવીપી એન્‍જીનીયરીંગ કોલેજે ઉત્‍કૃષ્‍ટ દેખાવ કર્યો હતો. એક સાથે નવ ઇનામો યુનિવર્સિટી લેવલે વીવીપી એન્‍જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ જીતી લીધા હતા.

પ્રથમ ક્રમાંકે ત્રણ, તૃતિય ક્રમાંકે છ ઇનામો હાંસલ કર્યા હતા. વીવીપીના કુલ ૩૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઇન્‍ડિયન ગૃપ સોંગમાં પ્રથમ ક્રમાંક : આદિત્‍ય રાવલ, હિત અગ્રાવત, આર્યન ત્રિવેદી, વેણુ મોરઝરીયા, ગ્રીવા લાખાણી, મુદ્રા સાંગાણી, રાજીવ શ્રીમાળી, મિત ખુંટ ઇનામના હકદાર બન્‍યા હતા. જયારે દુહા છંદમાં પ્રથમ ક્રમાંકે : હિત અગ્રાવત, ભજનમાં પ્રથમ ક્રમાંકે આદિત્‍ય રાવલ તેમજ વન એકટમાં તૃતીય ક્રમાંકે પૂર્વજ પરમાર, અભિજીત શર્મા, શ્રૃતિ ત્રિવેદી, અદિતિ સોની, લક્ષ્ય સાધરીયા તેમજ સ્‍ક્રીટમાં તૃતીય ક્રમાંકે લક્ષ્ય સાધરીયા, હર્ષલ પડિયા, પૂર્વજ પરમાર, શ્રૃતિ ત્રિવેદી, આદિત્‍ય રાવલ, ધર્મી માણાવદરીયા, અદિતિ સોની તેમજ માઇકમાં તૃતિય ક્રમાંકે : પ્રકૃતિ પંડયાને ઋષિકેશ પંડયા, કૃણાલ વ્‍યાસ અને વૈભવી જીકારે સાથ આપ્‍યો હતો.

વિદ્યાર્થીઓને તૈયારી કરાવવા માટે સ્‍પેશીયલ ટીચર અને કોચની વ્‍યવસ્‍થા વીવીપી દ્વારા કરવામાં આવી હતી. જેમાં મ્‍યુઝીક કલબના પ્રો. સાહિલ યાજ્ઞિક, રાજીવ શ્રીમાળી, થીએટર કલબના પ્રો. અમિત પાઠક, આસિફ અજમેરી, ડાન્‍સ કલબના પ્રો. હાર્દિક પંડયા, પલ્લવીબેન વ્‍યાસ, ક્રિષ્‍નાબેન પરમાર, યશ્વીબેન પરમાર, લીટરેચર કલબના પ્રો. પૂજાબેન ઘોડાસરા, ફાઇન આર્ટ કલબના પ્રો. શેરોન ક્રિસ્‍ટી, પ્રો. સ્‍વીટુ સુરેજાએ કોચીંગની સેવા આપી હતી. મેનેજર તરીકે પ્રો. સાહિલ યાજ્ઞિક, જીગ્નેશભાઇ કોઠારી, પ્રો. અમિત પાઠકે સેવા આપી હતી.

સમગ્ર સ્‍પર્ધાઓના સફળ આયોજન અને કો-ઓર્ડીનેશન અને પ્રિન્‍સીપાલ પિયુષભાઇ વણઝારાના માર્ગદર્શન હેઠળ કલ્‍ચરલ કમીટીના કન્‍વીનર ડો. ચાર્મીબેન ચાંગેલા, ડો. સ્‍નેહાબેન પંડયા અને પુરી ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્‍પર્ધાની સફળતા બદલ સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, ડો. નરેન્‍દ્રભાઇ દવે, ડો. નવીનભાઇ શેઠે શુભેચ્‍છાઓ પાઠવી હતી. 

(2:27 PM IST)