<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

વોર્ડ નં. ૭ માં ડૉ. સેદાણી વાળી શેરીમાં કોર્પોરેટર ગ્રાન્ટમાંથી સિમેન્ટ કોન્ક્રીટ રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું

સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈને કોર્પોરેટર દેવાંગભાઈ માંકડની ગ્રાન્ટમાંથી સીસી કામગીરીનો પ્રારંભ : ખાતમુહૂર્ત સમારોહ વોર્ડના પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ ચાવડા અને વોર્ડના મહામંત્રી પાર્થરાજસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો : ત્રણ દિવસમાં કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

રાજકોટ, ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. ૭ માં આવેલા મોટી ટાંકી વિસ્તારની ડૉ. સેદાણી વાળી શેરીમાં લાંબા સમયથી પ્રવર્તતી રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવતા સિમેન્ટ કોન્ક્રીટ (CC) રોડના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામગીરી વોર્ડના રહેવાસીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોર્પોરેટર દેવાંગભાઈ માંકડની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવી છે.

ખાતમુહૂર્ત સમારોહ વોર્ડના પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ ચાવડા અને વોર્ડના મહામંત્રી પાર્થરાજસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો હતો. રેકોર્ડ સમયમાં ગુણવત્તાયુક્ત કામગીરી પૂરી પાડવાના લક્ષ્યાંક સાથે આ શેરીનું સંપૂર્ણ સીસી કામ માત્ર ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

આ પ્રસંગે કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ અને જયશ્રીબેન ચાવડા ઉપરાંત ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ચાવડા, કિરીટભાઈ ગોહેલ, ચંદ્રેશભાઈ પરમાર અને કામરાનભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં, આ શેરીના લતાવાસીઓ જેવા કે હુસેનભાઈ રફીકભાઈ ચૌહાણ, અક્રમભાઈ અસગર પઠાણ, નુરજહાબેન રફીકભાઈ ચૌહાણ, અસ્મીતાબેન રહેમાનભાઈ શમા, પૂજાબેન વિમલભાઈ રાઠોડ, હીનાબેન હુસેનભાઈ શમા અને જમીલાબેન રફીકભાઈ શમાની ઉપસ્થિતિમાં આ વિકાસકાર્યની શરૂઆત કરવામાં આવી હતી, જેનાથી સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

 

(2:52 PM IST)