<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

રાજકોટ યાર્ડમાં મગફળીની ૮૪ હજાર ગુણીની જંગી આવક

વિવિધ જણસી ભરેલા ૯૫૦ થી વધુ વાહનોની કતારો : સોયાબીનની ૩ર,પ૦૦ અને કપાસની ર૧,૦૦૦ મણની આવક

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની ૮૪ હજાર ગુણીની જંગી આવકો થઇ હતી. મગફળી જીણી એક મણના ભાવ ૭૦૦ થી ૧રપ૦ તથા જાડી મગફળીના ૬૦૦ થી ૧૧પ૦ રૂા.ના ભાવે સોદા પડયા હતા. યાર્ડમાં આજે વિવિધ જણસી ભરેલા ૯પ૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. જેમાં મગફળી ઉપરાંત સોયાબીન ૩ર,પ૦૦ મણ, કપાસ ર૧,૦૦૦ મણ, જીરૂ ૪પ૦૦ મણ તથા સફેદ તલની ૬,પ૦૦ મણની આવકો થઇ હતી. રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, તમામ ડિરેકટરો તથા સ્‍ટાફે ક્રમશઃ ઉતરાઇની વ્‍યવસ્‍થા કરાવી હતી. તસ્‍વીરમાં મગફળી અને કપાસના ઢગલા નજરે પડે છે.

(2:37 PM IST)