<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું સ્‍વાગત કરવા રાજકોટની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ભાજપના કાર્યકર્તાઓ ઉત્‍સાહિત રાજુભાઇ ધ્રુવ

ગુજરાત ભાજપના નવનિયુક્‍ત કાર્યનિષ્ઠ સુકાની તથા કર્મઠ અને સદૈવ કાર્યકર્તા જગદીશભાઈ વિશ્વકર્મા માટે રાષ્ટ્રહિત અને જનહિત પ્રથમ

રાજકોટઃ ગુજરાતમાં જે ભૂમિએ દાયકાઓ  પૂર્વે ના જનસંઘ અને આજના ભારતીય જનતા પક્ષના પાવરહાઉસ તરીકે પક્ષ ને રાજ્‍યમાં મજબૂત કરવા જનઆકાંક્ષા સંતોષી શકે તે પ્રકાર ની મજબૂતાઈ આપવા માં મહત્‍વની ભૂમિકા ભજવી છે અને જે ધરતી પર થી આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ની જનસેવક તરીકે ની જાહેરજીવન  યાત્રા સંસદીય કારકિર્દી નો પ્રારંભ થયો તે રાજકોટ ની ભૂમિ પર ગુજરાત ભાજપના નવનિયુક્‍ત પ્રમુખ  શ્રી જગદીશ ભાઈ વિશ્વકર્મા જેઓ એ આ જવાબદારી સાંભળ્‍યા પછી પ્રથમ વખત આપણી વચ્‍ચે આવી રહ્યા છે તેમનું સ્‍વાગત કરવા રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર ભાજપ ઉત્‍સાહિત છે.

જગદીશભાઈ વિશ્વકર્માની એક કાર્યકર્તા. બુથ થી પ્રદેશપ્રમુખ ની સફર સૌ કાર્યકર્તાઓ માટે એક પ્રેરણાષાોત બની રહેશે અને તેમનું માર્ગદર્શન આપના સૌને માટે એક નવી ઉર્જા   જોમ-,જુસ્‍સો બની રહેશે જે  આપણને રાષ્ટ્‌સેવા માટે પ્રેરિત કરેછે.    શ્રી જગદીશભાઈ આપણાં માટે નવા નથી .તેઓ રાજ્‍ય સરકાર ના મંત્રી તરીકે યશસ્‍વી કામગીરી કરનાર ઉત્તમ કાર્યકર્તા અગ્રણી નેતા છે.એક રીતે જોઈએ તો ભાજપ નું પૂરું નેતૃત્‍વ કાર્યકતાં કેન્‍દ્રિત રહ્યું છે. તે સમયે આપણા પ્રદેશ પ્રમુખનો વધુ પરિચય આપણને વધુ પ્રેરણાદાયી બની રહેશે તે નિヘતિ છે

 ભારતીય જનતા પાર્ટીના શીર્ષ  નેતૃત્‍વ એ પ્રદેશ પ્રમુખ તરીકે એક કર્મઠ અને કાયમ કાર્યકર્તા રહીને કામ કરતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પસંદગી કરીને યથાયોગ્‍ય નિર્ણય લીધો છે. શ્રીજગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્‍વમાં ગુજરાત ભાજપના લાખ્‍ખો કાર્યકરોને એક નવી દિશા મળશે અને પક્ષ વધુ મજબુત થશે તેવી આશા સાથે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જગદીશભાઈ વિશ્વકર્માને ખુબ ખુબ અભિનંદન આપી શુભેચ્‍છા પાઠવી છે. શ્રી જગદીશભાઈ વર્ષો થી ભાજપ ના બુથ કાર્યકર્તા તરીકે ચૂંટણી માં પ્રચાર અને ચૂંટણીલક્ષી સંચાલન કરતા આવ્‍યા છે.૨૦૧૦ માં બક્ષીપંચ મોરચા માં જવાબદારી સંભાળી,૨૦૧૨ માં પક્ષે તેમને નિકોલ વિધાનસભા ચૂંટણી માં ઉમેદવાર બનાવ્‍યા .પોતાની નિષ્‍પક્ષ, ઉર્જાવાન, ખંતિલી ,નિષ્ઠાવાન છબી ના કારણે જંગી બહુમતી સાથે તેઓ પ્રથમવાર ગુજરાત વિધાનસભા ચૂંટાયા.૨૦૧૩ માં  ઉદ્યોગ સેલ ના કન્‍વીનર બન્‍યા.૨૦૧૬ માં તેમની કાર્યનિષ્ઠા જોઈ પ્રદેશ ભારતીય જનતા પક્ષે તેમને અમદાવાદ શહેર ભાજપ ના અધ્‍યક્ષ બનાવ્‍યા.તેમની લોકપ્રિયતા અને કર્તવ્‍યનિષ્ઠા અને સતત લોકસેવામાં સક્રિયતા ના કારણે ૨૦૧૭ માં તેઓ ૨૫૦૦૦ કરતા વધુ મતો ની બહુમતી થી ચૂંટાયા અને અમદાવાદ શહેર ભાજપ અધ્‍યક્ષ તરીકે તેમની આગેવાની માં અમદાવાદ મહાનગર માં ૧૨ ધારાસભ્‍યો ચૂંટાયા.૨૦૨૦ -૨૦૨૧ માં કોરોના મહામારીમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ લોકો માટે ખૂબ ઉમદા સેવાકાર્યો કર્યા.૨૦૨૧ માં અમદાવાદ શહેર ભાજપ અધ્‍યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૯૨ ઉમેદવારો માંથી ૧૬૦ બેઠકો ઉપર ભાજપ ના કોર્પોરેટરો ચૂંટણી માં વિજયી બન્‍યા. અભૂતપૂર્વ જીત હાંસલ કરી વિક્રમ સર્જ્‍યો.૨૦૨૧માં તેમની કાર્યકુશળતા અને પક્ષનિષ્ઠા પ્રજા નિષ્ઠા ની કદર કરી પક્ષે તેમને કુટિર ઉદ્યોગ,સહકાર,મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્‍વતંત્ર હવાલો) ઉદ્યોગ,વેન પર્યાવરણ કલાયમેટ ચેન્‍જ,પ્રિન્‍ટિંગ સ્‍ટેશનરી વિગેરે ખાતા ની જવાબદારી સોંપી જે તેમણે યશસ્‍વી પણે સફળતા પૂર્વક નિભાવી છે.

 એક નિવેદનમાં રાજુભાઈ ધ્રુવે કહ્યુ છે કે, જગદીશભાઈ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપીને શીર્ષ નેતૃત્‍વએ તેમના જેવા સેંકડો કાર્યકરોના સમર્પણ, નેતૃત્‍વ અને કર્તુત્‍વનું સન્‍માન કર્યું છે. તેમણે ઉમેર્યું કે, દિવાળીના તહેવારો પહેલા નિયુક્‍તિથી પક્ષના લાખ્‍ખો કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વ્‍યસનમુક્‍તિ, અંધશ્રદ્ધા નિવારણ, કુદરતી આપત્તિઓ-આફતો વેળાએ રાહત કાર્યો, શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ બાળકોને જરૂરી સહાય,છેલ્‍લા ૨૨ વર્ષો થી સમુહલગ્નો નું આયોજન તેમજ અન્‍યો દ્વારા યોજાતા સમુહલગ્નોના આયોજનમાં શ્રમ સહયોગ જેવા અનેકવિધ સેવાક્ષેત્રોમાં સેવાભાવ સાથે  તેમણે સક્રિય યોગદાન આપ્‍યું હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(2:38 PM IST)