<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

કોઠારીયાના બાબુભાઇ હળવદીયાનું ઇંટોના ભઠ્ઠે કામ કરતી વખતે હૃદય બેસી ગયું

વૃંદાવન સોસાયટીના ચંદુભાઇ મકવાણાનું કમળો થતાં મૃત્‍યુ

રાજકોટ તા. ૧૪: કોઠારીયા ગામે રહેતાં બાબુભાઇ વસ્‍તાભાઇ હદળવીયા (ઉ.વ.૬૦) ગઇકાલે ઇંટોના ભઠ્ઠા પર મજૂરી કામ કરી રહ્યા હતાં ત્‍યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પ્રજાપતિ પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર બાબુભાઇ બે બહેન અને સાત ભાઇમાં ત્રીજા હતા અને ઇંટોના ભઠ્ઠા ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં અંકુરનગર મેઇન રોડ વૃંદાવન સોસાયટીમાં રહેતાં ચંદુભાઇ રામજીભાઇ મકવાણા (ઉ.વ.૭૨) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડાયા હતાં. પરંતુ મૃતયુ થયું હતું. તેમને સંતાનમાં એક દિકરો છે. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને કમળો થઇ ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી 

(3:11 PM IST)