<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ઉના માવતર ધરાવતી નવોઢા કૈલાસબેનનો યુનિવર્સિટી રોડ યોગેશ્વર પાર્કમાં આપઘાત

નવ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: ન્‍હાવા ગયા બાદ મોડે સુધી બહાર ન આવતાં પતિએ તપાસ કરતાં લટકતી હાલતમાં મળીઃ હોસ્‍પિટલમાં મૃત્‍યુઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૪: ઉનાના પડા ગામે માવતર ધરાવતી કૈલાસબેન દિલીપસિંહ સોલંકી (ઉ.વ.૨૮) નામની પરિણીતાએ રાતે અગીયારેક વાગ્‍યે ઘરના બાથરૂમમાં શાવરના પાઇપમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

આપઘાત કરનાર કૈલાસબેનના લગ્ન નવ મહિના પહેલા જ થયા હતાં. તેણીના પિતા નાનુભાઇ ભીખુભાઇ ગોહિલ ઉનાના પડા ગામે રહે છે. પતિ દિલીપસિંહ કાળુભા સોલંકી પાનની દૂકાન ચલાવે છે. માવતર પક્ષના કહેવા મુજબ દિકરીએ આ પગલુ શા માટે ભર્યુ તેની અમને જાણ નથી. દિકરીને કોઇ દુઃખ નહોતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનનના પીએસઆઇ જે. એચ. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. લગ્નગાળો નવ મહિના જ હોઇ પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ ફોરેન્‍સિક નિષ્‍ણાંતો દ્વારા કરાવ્‍યું હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. આપઘાત કરનાર કૈલાસબેનના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. 

(3:57 PM IST)