<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

ચીલ ઝડપના ચાર ગુનામાં સામેલ નામચીન બુટલેગરના પુત્ર કમલેશ સહિત બે પાસામાં ધકેલાયા

કમલેશ માંડલીયા સુરત તથા ધર્મેશ સનુરા વડોદરા જેલ હવાલેઃ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર. ગોંડલીયા અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૪: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ચીલ ઝડપના અનેક ગુનામાં સામેલ નામચીન બુટલેગરનો પુત્ર અને તેના મિત્રને ક્રાઇમ બ્રાંચે પાસામાં ધકેલી દીધા છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ચીલઝડપના અનેક ગુનામાં સામેલ બે શખ્‍સોને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા તથા એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ, હેડ કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયા અને રાહુલગીરીએ પોલીસ કમિશ્‍નરને દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્‍નર શ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇશ્‍યુ કરતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ. આર. ગોંડલીયા તથા પીએસઆઇ. એસ. વી. ચુડાસમા, એ. એન. પરમાર તથા એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, ચેતનસિંહ ગોહિલ, હેડ કોન્‍સ. કનકસિંહ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, દિપકભાઇ ડાંગર, ગીરીરાજસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા તથા તુલશીભાઇ ચુડાસમાં સહિતે નામચીન બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર કમલેશ હર્ષદ માંડલીયા (ઉ.વ. ર૪) (રહે. કરણપરા શેરી નં. ૧૩ બસ સ્‍ટેશનની પાછળ) અને તેનો મિત્ર ધર્મેશ ભુરાભાઇ સનુરા (ઉ.વ. ૩૧) (રહે. પાંભર ઇટાળા ગામ તા. લોધીકા) ની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી કમલેશ માંડલીયાને સુરત તથા ધર્મેશ સનુરાને વડોદરા બંનેને જેલ હવાલે કર્યો હતો. 

(3:20 PM IST)