<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

દિપાવલી પર્વમાં રાજકોટ મુખ્‍યયાર્ડ તથા શાકભાજી વિભાગ તા. ૨૦ થી ૨૫ બંધ રહેશે

બટેટા વિભાગ ૨૧ થી ૨૪, ડુંગળી વિભાગ ૨૧ થી ૨૫, ઘાસચાર વિભાગ ૨૦ થી ૨૫ બંધ રહેશેઃ ખેડૂતોને જણસી ન લાવવા અપીલ

રાજકોટ તા.૧૪: દિપાલીપર્વ નિમીતે રાજકોટ મુખ્‍ય યાર્ડ અનાજ વિભાગ અને શાકભાજી વિભાગ    તા.૨૦થી ૨૫/૧૦ સુધી બંધ રહેશે તેમજ બટેટા વિભાગ તા.૨૧થી૨૪/૧૦ સુધી, ડુંગળી વિભાગ તા.૨૦થી૨૫/૧૦ સુધી અને ઘાસચારા વિભાગ તા.૨૦થી૨૫/૧૦ સુધી બંધ રહેશે.

ઉકતવિભાગમાં ઉપરોકત તારીખે હરરાજીનું કામકાજ બંધ રહેશે જેથી ખેડૂત ભાઇઓએ ખેતજણસ યાર્ડમાં ન લાવવા યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીની યાદી માં જણાવાયુ છે.

(3:32 PM IST)