તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Tuesday, 14th October 2025
દિવાળી ટાણે પાણીની હોળીઃ પાંચ વોર્ડમાં ર થી ૮ કલાક મોડુ વિતરણ

૧૫૦ ફુટ રીંગરોડ પર લાઇન શીફટીંગમાં મોડુ થતા આજે વોર્ડ નં.૨, ૮, ૧૦, ૧૧ તથા ૧૩ના રૈયા રોડ, ચંદ્રેશનગર, તીરૂપતી સહિતના વિસ્તારોમાં અસરઃ દિવાળી કામ ટાણે ધાંધીયા થતા ગૃહિણીમાં દેકારો
રાજકોટ તા.૧૪: શહેરમાં દિવાળી ટાણે પાણીની હોળીની સમસ્યા સર્જાઇ છે. કેમકે ૧૫૦ ફુટ રીંગરોડ પર પાણીની લાઇન શીફટીંગમાં મોડુ થતા રૈયાધારની પમ્પીંગ સ્ટેશને ટાંકાનું લેવલ ન થતા આજે વોર્ડ નં.૨,૮,૧૦,૧૧ તથા ૧૩ના રૈયારોડ, જુના એરપોર્ટ, તીરૂપતી, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાં ૨ થી ૮ કલાક પાણી વિતરણ મોડુ થતા મહિલાઓમાં દેકારો બોલી જવા પામ્યો હતો.
શહેરભરમાં અબજો રૂપિયાના ખર્ચે ડીઆઇ પાઇપ લાઇના નાખવાની કામગીરી પૂર્ણ થવામાં આવી છે. મુખ્ય લાઇનો હજૂ પણ જૂની હોવાના કારણે અનેક જગ્યાએ લાઇનો તૂટવાથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ રહી છે. દિવાળીના તહેવારો નજીક હોવાથી મહિલાઓ દ્વારા ઘર સફાઇનું કામ આરંભવામાં આવ્યુ છે. જેમાં પાણીનો ઉપયોગ પણ વધુ થાય છે. ત્યારે જ ૧૫૦ ફુટ રીંગરોડ પર લાઇન શીફટીંગમાં ભંગાણ થતાં સોજીત્રા અને ન્યારી આધારીત વિસ્તારોના ચાર વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. યુધ્ધના ધોરણે મરમ્મત કામ શરૂ કરવામાં આવ્યુ છે અને બપોર બાદના વિસ્તારોમાં ૨ થી ૮ કલાક પાણી મોડુ વિતરણ થતા ગૃહિણીમાં દેકારો મચી જવા પામ્યો હતો.
કયા કયા વિસ્તારમાં અસર જોવા મળી
રાજકોટ : રૈયા ધાર આધારિત સોજીત્રા નગર ESR થી મોડું વિતરણ થતા તમામ વિસ્તાર માં પાણી વિતરણ મોડું કરવામાં આવશે. અલ્કાપુરી સોસાયટી, છોટુનગર, વિમાનગર, પ્રગતિ સોસાયટી, સૌરભ સોસાયટી છોટુનગગર મફતિયા, શિવાજી પાર્ક,આશુતોષ, સોસાયટી, પદમાંકુવરબા, સિંચાઈનગર, ઈન્કમટેક્ષ સોસાયટી, વંદનવાટીકા, અમરજીતનગર, આર. કે. પાર્ક, ગ્રીનપાર્ક, વસુંધરા રેસીડેન્સી, દિવ્યસિધ્ધી પાર્ક, સંકલપસિધ પાર્ક, સ્વપ્નસિંધી પાર્ક, જસાણી પાર્ક, ગીતગુજરી સોસાપટી, સુભાષનગર, નેહરૂ નગર, રજાનગર, ચુડાસમા પ્લોટ, શ્રીજીનગર, ધ્રુવનગર, અંજની સોસાયટી, નિરજની સોસાયટી, હરિપાર્ક, નવયુગ સોસાયટી, ચંદ્ર નગર, સખીયા નગર, આરાધના સોસાપટી, નરસિંહનગર, આર. એમ સી નગર, જય ગીતસોસાયટી, યોગેશ્વર સોસાયટી, પત્રકાર સોસાપટી, કયાણનગર, ગોકુળિયા પરા, સ્વસ્તીક સોસાયટી, શ્રેયસ ઓસાપવી, શ્રીજીનગર, કળષ્ણફૂજ સોસાયટી, રંગઉપવન તથા છોટુનગર મફતીયાપરા તેમજ તીરૂપતીનગર, સોજીત્રાનગર ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાં અસર જોવા મળી હતી.
(3:57 PM IST)










