<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

સીડી ઉતરતી વખતે ઢળી પડયોઃ ૨૭ વર્ષના યોગેશ ચોૈહાણનું મોત

જામનગર રોડ ક્‍વાર્ટરમાં બનાવઃ પરિવારમાં કલ્‍પાંત સાત મહિના પહેલા યુવાનને કુતરૂ પણ કરડયું હતું: મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ તા. ૧૪: શહેરમાં ૨૭ વર્ષનો યુવાન ઘરમાં સીડી ઉતરતો હતો ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. આ યુવાનને અગાઉ સાતેક મહિના પહેલા કુતરૂ પણ કરડયું હોઇ જે તે વખતે સારવાર લીધી હતી. તેના મોતનું કારણ જાણવા પોલીસ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ પર સંજરી મસ્‍જીદ સામે આવાસ ક્‍વાર્ટરમાં રહેતો યોગેશભાઇ દીપકભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૭) નામનો યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિે જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. મૃત્‍યુ પામનાર યોગેશભાઇ બે ભાઇમાં મોટો હતો અને ઓફિસોમાં પ્રાઇવેટ સફાઇ કામ કરતો હતો. તેને સંતાનમાં બે વર્ષનો દિકરો છે.

પરિવારજનોના કહેવા મુજબ યોગેશભાઇને સાતેક મહિના પહેલા કુતરૂ કરડી ગયું હતું. જે તે વખતે તેની સારવાર લીધી હતી. દરમિયાન આજે તે ઘરમાં સીડી ઉતરતો હતો ત્‍યારે બેભાન થઇ ઢળી પડયો હતો. હાર્ટએટેકથી મૃત્‍યુ થયું કે અન્‍ય કારણે? તેની તપાસ થઇ રહી છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:03 PM IST)