<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

‘‘દિવ્‍યમ'' સસ્‍પેન્‍શભરી શોર્ટ ફિલ્‍મઃ સાંજે પ્રીમીયર

૭૦૦ વર્ષ જૂની માતાજીની મુર્તિ વિષય પર સ્‍ટોરીઃ મુખ્‍ય બે કલાકાર જામનગરના

રાજકોટઃ ગુજરાત જ્‍યારે ફિલ્‍મ ઉદ્યોગમાં આગળ વધી રહ્યું હોય તો સૌરાષ્ટ્ર કેમ પાછળ રહે? રાજકોટ અને જામનગરની ટીમ દ્વારા ઉત્‍કૃષ્ટ કલાકૃતિ ગુજરાતની જનતા માટે બનાવવામાં આવી છે.

‘‘દિવ્‍યમ'' એક સસ્‍પેન્‍સભર્યુ, કલ્‍પિત વિશ્વ ઊભું કરતી શોર્ટ ફિલ્‍મ છે. જેના કેન્‍દ્રમાં ૭૦૦ વર્ષ જૂની માતાજીની મૂર્તિ ઊભી છે અને જે દર્શકને રહસ્‍ય અને આધ્‍યાત્‍મિકતાની રાહ પર લઈ જાય છે. આ પ્રોજેક્‍ટનું નિર્દેશન જય પાણેરી દ્વારા કરવામાં આવ્‍યું છે. જ્‍યારે અરવિદકુમાર કાલરીયા અને દેવલબેન જાવીયા પ્રોડયુસર છે.

ફિલ્‍મનું દ્રષ્ટિકોણ યશ રેવરના કેમેરા-આંખ દ્વારા કંડારવામાં આવ્‍યું છે એડીટિંગ અને ડીઆઇ એડિટિંગની જવાબદારી નિભાવી છે હિમાંશુ મકવાણાએ, જ્‍યારે   વીએફએકસ અને પોસ્‍ટરમાં હિમાંશુ જાદવના કામની સીધી અસર દેખાશે. શીતલ માલદે દ્વારા સંવર્ધિત મેકઅપ, તથા રીયાઝ સૈયદ દ્વારા રચાયેલ મ્‍યુઝિક અને બેકગ્રાઉન્‍ડ સ્‍કોર ફિલ્‍મની આત્‍મા છે.  મુખ્‍ય ભૂમિકાઓમાં વિવેક ચાવડા અને અદિતિ ત્રિવેદી દેખાશે, જ્‍યારે શિલ્‍પા ગજ્જરનો કન્‍સેપ્‍ટ ફિલ્‍મને એક રચનાત્‍મક દિશા આપે છે. જય પાણેરીની કલમથી લખાયેલ ડાયલોગ દિવ્‍યતાનો અનુભવ કરાવે છે. લોકેશન પ્રક્રિયામાં શિલ્‍પ ફેબ્રિકેશન એ સહયોગ આપ્‍યો છે. શિલ્‍પન ઓનિક્‍સ ખાતે આજે મંગળવાર સાંજે ૬ વાગે પ્રીમિયર શો યોજાયા છે, જેમાં એન્‍કર અંજલી સરકાર પણ ઉપસ્‍થિત રહેશે.  (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૩૨)

(3:51 PM IST)