<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

કૃષિક્ષેત્રે વિકાસ ઉગ્‍યોઃ પ્રવીણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં તરઘડિયામાં રવિ કૃષિ મહોત્‍સવ

રાજકોટ જિલ્લામાં વિકાસ સપ્‍તાહની શાનદાર ઉજવણી

રાજકોટ તા. ૧૫:  વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલા વિવિધ વિકાસ કામોની ઝાંખીને લોકો સુધી પહોંચાડવા તા.૦૭ થી ૧૫ ઓક્‍ટોબર ‘‘વિકાસ સપ્તાહ''ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્‍વયે રવિ કળષિ મહોત્‍સવનો રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં અને કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદની વિશેષ ઉપસ્‍થિતિમાં તરઘડીયાના ત્રિ-મંદિર ખાતે યોજાયો હતો. મહોત્‍સવ રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ યોજાયો હતો. જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, પડધરી, જસદણ, ગોંડલ સહિતના તાલુકાઓમાં ખેડૂતોને રવિ પાકોમાં ઉપયોગમાં લેવામાં આવતા આધુનિક કળષિ તાંત્રિકતાનું માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કૃષિ વૈજ્ઞાનિક તથા નિષ્‍ણાતો દ્વારા સસ્‍ટેનેબલ ર્ફામિંગ, પ્રકૃતિક કૃષિ, બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજી, ખેડૂતોને સહાય લાભોનું વિતરણ સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમ અન્‍વયે વિવિધ સ્‍થળો ખાતે કળષિ, બાગાયત, આત્‍મા, પશુપાલન, પ્રકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડીટ કાર્ડ, બીજ નિગમ, ફાર્મ મિકેનાઈજેશન સહિતના સ્‍ટોલ ઉભા કરવામાં આવ્‍યા હતા. 

 રાજકોટ નજીકના તરઘડિયામાં રવિ કૃષિ મહોત્‍સવમાં શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણી, ડો. ઓમપ્રકાશ, અનંદુ સુરેશ ગોવિંદ વગેરે હાજર રહેલ તે પ્રસંગની  તસ્‍વીર 

(2:14 PM IST)