<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

માદક પદાર્થના ગુનામાં થોરાળા પોલીસે બિહારથી અરૂણ સિંગને દબોચી લીધો

ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચનાથી પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૫: શહેરના થોરાળા પોલીસ સ્‍ટેશનના એનડીપીએસના ગુનામાં ચાર મહિનાથી નાસતા ફરતાં શખ્‍સ અરૂણ રામેશ્વરપ્રસાદ બંસબહાદુર સિંગ (રહે. મસાડ ગામ, ચામુંડા માતાજીના મંદિર પાસે, થાના ઉદ્વતનગર, ગજરાજગંજ જી.આરા. ભોજપુર-બિહાર)ને થોરાળા પોલીસની ટીમે બિહારથી પકડી લીધો છે.

માદક પદાર્થનો ગુનો દાખલ થતાં જે તે વખતે પકડાયેલા આરોપીની તપાસમાં બિહારના અરૂણ સિંગનું સપ્‍લાયર તરીકે નામ ખુલ્‍યું હતું. થોરાળા પોલીસને મહત્‍વની માહિતી મળતાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમ બિહાર રવાના થઇ હતી અને અરૂણકુમારને પકડી લીધો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્‍સ. કિશોરભાઇ પરમાર, હસમુખભાઇ નીનામા, કોન્‍સ. રાકેશભાઇ બાલાસરાએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૦)

(2:17 PM IST)