News of Wednesday, 15th October 2025
શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા ડીજીટલ માધ્યમથી ચિરોડી કલરની રંગોળી સ્પર્ધાનું આયોજન

રાજકોટ તા.૧૫: સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા ડીજીટલ માધ્યમથી ચિરોડી કલરની રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે.
‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે આ રંગોળી સ્પર્ધામાં ભારતનાં કોઇ પણ શહેરમાંથી સમસ્ત સોની સમાજના ભાઇ બહેનો ભાગ લઇ શકશે.
ભાગ લેનાર વ્યકિત પોતાના આઇડીકાર્ડનો ફોટો પાડીને વોટસએપ ઉપર માકલવાનો રહેશે.
રંગોળી પોતાના ઘરે ચિરોડી કલરથી બનાવી તેનો એક ફોટો પાડીને તા.૨૨/૧૦/૨૦૨૫ સુધીમાં વોટસએપ નં. જીજ્ઞેશ વાગડીયા (મો. ૯૭૨૩૩ ૯૦૯૦૯) હસ્મિતાબેન પાટડીયા (મો.૭૩૫૯૪ ૨૬૬૩૮),કલ્પેશભાઇ પાટડીયા (મો.૯૭૩૭૩ ૯૯૯૩૯), રીટાબેન પાટડીયા (મો. ૯૫૧૨૩ ૦૬૨૨૨), મિલનભાઇ સોની પત્રકાર (મો.૯૭૨૫૦ ૫૧૧૮૮), સંદીપભાઇ પાટડીયા (મો.૯૮૨૪૪ ૭૪૪૦૯), ભાવિનભાઇ વાગડીયા (મો.૯૯૭૯૦ ૧૩૫૦૪), વૃંદાબેન પાટડીયા(મો. ૯૦૫૪૬ ૪૨૪૭૬), ધરાબેન વડનગરા (મો.૯૪૨૭૬ ૬૯૩૧૧) ઉપર મોકલી આપવાની રહેશે.
નિર્ણાયકો દ્વારા તા.૨૬ના રવિવાર લાભપાંચમના રાત્રે ૮ વાગ્યા સુધીમાં નિર્ણય જાહેર કરાશે. ૧ થી ૫ ક્રમે વિજેતા બનનારને શિલ્ડ અપાશે. તેમજ ભાગ લેનાર તમામને વોટસએપ દ્વારા સન્માનપત્ર અપાશે.
આ કાર્યક્રમ માટે આયોજક કમીટીના જીજ્ઞેશભાઇ વાગડીયા, કલ્પેશભાઇ પાટડીયા, સંદીપભાઇ પાટડીયા, ભાવિનભાઇ વાગડીયા, ધવલભાઇ પાટડીયા, મિલનભાઇ સોની પત્રકાર, હિતેનભાઇ પાટડીયા, મિતેષભાઇ પાટડીયા, રીટાબેન પાટડીયા, પૂનમબેન પાટડીયા, વંદનાબેન પાટડીયા, જાગૃતિબેન આડેસરા, પ્રિતીબેન માંડલીયા, જસ્મીતબેન આડેસરા, જાગૃતિબેન રાણપરા દ્વારા આયોજન કરાયું છે.
તસ્વીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા જીજ્ઞેશ વાગડીયા, કલ્પેશભાઇ પાટડીયા, સંદીપભાઇ પાટડીયા, હસ્મિતાબેન પાટડીયા, પ્રિતીબેન માંડલીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:52 PM IST)










