તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th October 2025
રૂપાણી મેમોરિયલ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉનના ઉપક્રમે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયોઃ ર૩૦ દર્દીઓએ લાભ લીધો
પુજિત રૂપાણી અને વિજયભાઇ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રોટરી કલબ મીડ ટાઉન દ્વારા : રાજકોટના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.પ્રકાશ મોઢા, ડો.જયેશ ડોબરીયા, ડો.જતીન મોદી, ડો. પ્રતીક્ષાબેન દેસાઈની ઉપસ્થિતિ

રાજકોટઃ ૧૨ ઓક્ટોબરના વિજયભાઈના મળત્યુને બરાબર ચાર મહિના થયાં તેમણે પ્રગટાવેલ માનવસેવાની જ્યોતને અખંડ રાખવા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે અમુક ખાસ રોગોના નિદાનનો વિનામૂલ્યે કેમ્પ યોજાઈ ગયો. આ કેમ્પમાં એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો.તપન પારેખ, કાન-નાક-ગળા માટે ડો.જતીન મોદી, ડો.નીરવ મોદી, ડો.વૈભવ હાપલીયા, ગાયનેક (સ્ત્રીરોગ નિષ્ણાંત) ડો.પ્રતીક્ષા દેસાઈ, એમ.ડી. ફિઝિશિયન ડો.રિદ્ધિ મહેતા, દંતરોગ નિષ્ણાંત ડો.બિદન શાહ, ડો.સેજલ શાહ, ડો.જીનીશાબા સોઢા, ડો.રચના સુરાણી, ડો.બંસી કારીયા વગેરેએ સેવા આપી. ૨૩૦ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હોવાનું સંસ્થાની યાદી જણાવે છે.
આ પ્રસંગે ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે દર્દી ચિંતિત ચહેરે આવે અને હસતા હસતા પરત જાય તે ડોક્ટર માટે જરૂરી હોય છે. એવા કેટલાય દર્દીઓ હોય છે જે આર્થિક રીતે નબળા હોય છે આવા દર્દીઓને સાજા કરીએ છીએ ત્યારે તેઓ દિલના ઉંડાણથી આશીર્વાદ આપે છે. આ આશીર્વાદ અમારા માટે મોટી મૂડી સમાન હોય છે. આ ટ્રસ્ટ ટોકનદરે દર્દીઓની દવા આપે છે એટલું જ નહીં પરંતુ રાજકોટના નામાંકિત ડોક્ટરો પાસે ટોકનદરે કન્સલ્ટિંગ પણ કરાવી આપે છે એ સરાહનીય બાબત છે. આ ટ્રસ્ટના ચેરમેન ખૂબ માનવતાવાદી વ્યક્તિ હતા રાજકોટને બહુ મોટી ખોટ પડી છે.
કેમ્પના ઉદઘાટક ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખશ્રી ડો.જયેશભાઈ ડોબરીયાએ જણાવેલ કે જેમ દર્દીઓ ડોક્ટરને ભગવાન માને છે તેમ ડોક્ટર માટે પણ ‘દર્દી દેવો ભવઃ' દર્દીમા પણ ભગવાનને જોવે છે. દર્દી સાજો થાય એ જ ડોક્ટરની પ્રાથમિકતા હોય છે. શ્રી વિજયભાઈએ જે સેવાના કાર્યોની કેડી કંડારેલ છે એ કેડી પર ટ્રસ્ટે આજે પણ સેવા કાર્યો અવિરત ચાલુ રાખ્યા છે તેને હું દિલથી વધાવું છું.
ટ્રસ્ટની તબીબી કમિટીના ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ ટ્રસ્ટ દ્વારા ચાલતા મેડિકલ સેન્ટરમાં દર્દીઓને માત્ર રૂપિયા ૧૦ ના ટોકંદરે દવા આપવામાં આવે છે એટલું જ નહીં પણ ટોકનદરે લોહી પેશાબ એક્સરેની તપાસ પણ કરી આપવામાં આવે છે તેવી વિસ્તળત માહિતી આપી હતી. શ્રી વિજયભાઈએ કયારેય દવા કે કન્સલ્ટિંગ ચાર્જમાં વધારો કરવા દીધો ન હતો. ગમે તેટલી ખોટ પડે એ ટ્રસ્ટ ભોગવી લેશે તેમ ભારપૂર્વક કહેતા.
આજના કેમ્પમાં ઉપસ્થિત ડો.જયેશભાઈ ડોબરીયા, ડો.પ્રકાશભાઈ મોઢા, ડો.જતીનભાઈ મોદીનું ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણી, વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ અને મેડીકલ કમિટીના ડો.નયનભાઈ શાહ દ્વારા સાલ ઓઢાડી, કલમ આપી સ્વાગત કરવામાં આવેલ. જ્યારે ડો.સલોની ડોડીયા, ડો.ગ્રીષ્માબેન, ડો.જસ્મીતાબેન ચાવડા, ડો.ચિંતન જોશી, શ્રી પ્રીતિબેન મહેતા, મહેકબેન મહેશ્વરી, શીતલબા ઝાલા, ડો.ઓમિકા મકવાણા, ડો.અંજલી મેપાસીયા અને ધાનીબેન મકવાણા દ્વારા ઉપસ્થિત ડોકટરશ્રીઓનું બુકેથી સ્વાગત કરવામાં આવેલ.
અંતમા તબીબી કમિટીના સભ્ય શ્રી શૈલેષભાઈ લોઢીયાએ આભારવિધિ કરી હતી સંચાલન શ્રી હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું.
કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ઉપરાંત લાયન્સ ક્લબના પૂર્વ ગવર્નર હિતેશભાઈ કોઠારી ભાવનાબેન કોઠારી લાયન્સ પ્રમુખશ્રી નીલીમા ગેરીયા, રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉનના ટ્વિન્કલ મહેતા, શૈલેષભાઈ દેસાઈ, નિરંજનભાઈ પરીખ, પ્રતિમાબેન, ધવલભાઈ શેઠ, નિશીથભાઈ મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડો. મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ શ્રી રાજુભાઈ શેઠ, જાનવીબેન લાખાણી, હસુભાઈ ગણાત્રા, કે.બી. ગજેરા, જીજ્ઞેશભાઈ રત્નોતર, મહેશભાઈ પરમાર, કિશોરભાઈ ગાંગાણી, રવજીભાઈ દવેરા, જયમીન માવાણી, હરીશભાઈ શાહ, શૈલેષભાઈ લોટીયા, આશિષભાઈ દાવડા, ભરતભાઈ કાપડિયા, વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર શ્રી સાગરભાઈ પાટીલ તથા કર્મચારીઓ શ્રી શિતલબા ઝાલા, પ્રીતીબેન મેહતા, ધાનીબેન મકવાણા, અંજનાબેન રત્નોતર, પૂજાબેન પરમાર, અંજનાબેન સરેસા, હેતલબેન પરમાર, વર્ષાબેન મકવાણા, હાજરાબેન બુમ્ભાણીઠેબા, સિંગ રીનારાની, રાજુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વેકરીયા, અનિલભાઈ ચાવડા, કાન્તીભાઈ નિરંજની, નયનાબેન ડાભી, સકીનાબેન અજમેરી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટનો શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
(3:02 PM IST)










