તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th October 2025
આત્મા સાથે આસ્થા, સંસ્કૃતિ અને પ્રકૃતિનો સંગમ ‘કાંતારા - એ લીજેન્ડ - ચેપ્ટર - ૧'
માત્ર ૧૨ દિવસમાં ૭૦૦ કરોડનો વિક્રમસર્જક વકરો

છેલ્લા ઘણા સમયથી ફિલ્મ રસિકો, મૂવી મોગલો, સિને સમીક્ષકો અને ભારતભરના ચલચિત્રો ઉધોગોની રિજીઓનલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ કલાકારો અને કસબીઓ જે ચિત્રપટની ચાતક નયને ખૂબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આદિ અનાદિ કાળથી આપણાં સનાતન હિન્દુ ધર્મની ઈશ્વર પ્રત્યેયની અતૂટ શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ, ગાઢ સંબંધ, ઊંડી આસ્થા, નિસ્વાર્થ પ્રેમ અને અનન્ય ભક્તિભાવથી ભરપૂર દેશની પ્રાચીન સંસ્કૃતિ સંગ પૌરાણિક રીત રસમોનો આત્મા સાથે મિલાપ કરાવી ઈશ્વરના અસ્તિત્વનું આલોકિક અનુભવ કરાવતી દક્ષિણ ભારતની સેન્ડલવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લીજેન્ડરી મૂવી ‘કાંતારા-એ લીજેન્ડ-ચેપ્ટર-૧' એ દુનિયાભરના થિયેટરો પર હાહાકાર મચાવવા સાથે તેની રીલીઝ થયાના પ્રથમ ૧૨ દિવસોમાંજ સાતસો કરોડનો વિક્રમી વકરો કરાવી તેની રજૂઆત પામેલા જગતભરના તમામ સિનેમાઘરોની બોક્સ ઓફિસો પર ટંકળાશ પાડીને કલેક્શનના અવનવા રેકોર્ડ બ્રેક કરવાની સાથે થિયેટરોની ટિકિટબારી પરના અવનવા વિક્રમો સ્થાપી નીતનવા કિર્તિમાંનો સ્થાપિત કર્યા છે.
હિન્દુઓના પવિત્ર ગણાતા દશેરાના મહત્વપૂર્ણ તહેવાર પર તેમજ ગાંધી જયંતિના શુભ અવસરે તા. ૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ વિશ્વભરના ૩૦ દેશોની ૭૦૦૦ સ્ક્રીનો પર સ્ટાન્ડર્ડ વર્ઝન, ડોલ્બી સિનેમા, IMAX, D-Box, ICE, 4DX, અને EPIQ ફોર્મેટમાં રિલીઝ થયેલી ભારતના રિજીઓનલ ભાષાની અતિ મહત્વાકાંક્ષી ફિલ્મ ‘કાંતારા - એ લીજેન્ડ - ચેપ્ટર - ૧'નો ફિલ્મ દર્શકોમાં એટલો જબરો ક્રેઝ છે કે તેની રજૂઆત પૂર્વેજ પ્રખ્યાત બુકિંગ પ્લેટફોર્મ ‘બુક માય શો' પર તેની રેકોર્ડબ્રેક ત્રણ લાખ અગિયાર હજાર ટિકિટોના એડ્વાન્સ બુકિંગથી તમામ શો હાઉસફૂલ થઈ ગયેલા.
અખંડ ભારતના અભિન્ન અંગ એવા કર્ણાટક રાજ્યની મૂળ કન્નડ ભાષામાં નિર્માણ પામેલી અને એક મહાકાવ્ય જેવી અતિ ભવ્ય અને પ્રાચીન કાળની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતી ૧૨૫ કરોડના બજેટમાં નિર્માણ પામેલી ૧૬૯ મિનિટની આ અફલાતૂન રહસ્યમય અને આલોકિક ફિલ્મ ‘કાંતારા - એ લીજેન્ડ ચેપ્ટર - ૧' અર્થાત ‘કાંતારા - એક દંતકથા - પ્રકરણ ૧' ને દેશની છ મુખ્ય ભાષાઓ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, અને બંગાળી સહિત બે આંતર રાષ્ટ્રીય ભાષાઓ અંગ્રેજી અને સ્પેનિશમાં પણ ડબ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર સર્વત્ર આજ ફિલ્મનો એટલો બધો જાદુ અને ક્રેઝ છવાયેલો છે કે દુબઈના સૌથી રહીશ શેખ રાશીદ અલ મખદુમ એ તેમના પ્રાઈવેટ જેટમાં મુસાફરી દરમ્યાન પ્રાચીન ભારતના સનાતન ધર્મની મૂળ સુધી ફેલાયેલી ધાર્મિક રીત રસમો અને પૌરાણિક લોકકળા સંસ્કૃતિના ઊંડા મૂળિયાવાળી અધ્યાત્મિક અને રહસ્યમય તાકાતવાળી આલોકિક અને દૈવીક ફિલ્મ કાંતારા- એ લીજેન્ડ ચેપ્ટર-૧ ને જોયા પછી જયારે તેમનું પ્લેન દુબઈમાં લેન્ડ થયું ત્યારે તેમણે તાત્કાલિકપણે એવી જાહેરાત કરેલી કે ઈશ્વર પ્રત્યેયની અખૂટ શ્રદ્ધા અને ઊંચા મૂલ્યોવાળી આ ફિલ્મ દુબઈવાસીઓએ અચૂકપણે જોવીજ જોઈએ. શ્રી શેખે વધમાં એવું કહેલું કે આ ફિલ્મનું દુબઈમાં સ્ક્રિનિંગ તેઑ પોતેજ પોતાના ખર્ચે કરશે અને દુબઈના વિશ્વ પ્રસિદ્ધ જગતના સૌથી ઊંચા બુર્જ ખલીફા બિલ્ડીંગ ખાતેથી તેનું સ્ક્રિનિંગ થાશે જે ઇવેન્ટને દુનિયાભરની ન્યૂઝ ચેનલો, સોશ્યલ મીડિયા, દર્શકો, પર્યટકો અને વિશ્વભરના તમામ દેશો નિહાળશે જે ભારતનું ગૌરવ વધારવા સાથે તેની ગરિમાને ચાર ચાંદ લગાવી દેશે.
આજથી બરાબર ત્રણ વર્ષો પહેલા એટ્લે કે તારીખ ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સિનેમેટિક ઉત્કૃષ્ટાની શ્રેષ્ઠ ઉજવણી કરાવતી અને માત્ર સોળ કરોડના નાના બજેટમાં નિર્માણ પામીને ચારસો પચાસ કરોડનો વિક્રમી વકરો કરવી ગયેલી ભારતના બેંગલુરુ સ્થિત ફિલ્મ નિર્માણ અને ફિલ્મ વિતરણ કંપની હોમ્બાલે ફિલ્મ્સની શ્રેષ્ઠતમ ફિલ્મ ‘કાંતારા' એ વર્ષ ૨૦૨૪ના ૭૦માં રાષ્ટ્રીય પુરસ્કાર સમારંભમાં રાઇટર ડિરેક્ટર ઋષભ શેટ્ટીને શ્રેષ્ઠ અભિનેતાનો અને ફિલ્મને ‘સર્વશ્રેષ્ઠ ફિલ્મ' માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર અપાવેલો.
‘કાંતારા' શબ્દનો અર્થ કન્નડ તેમજ સંસ્કૃત એમ બન્ને ભાષાઓમાં ‘રહસ્યમય જંગલ' એવો થાય છે જે તેના નામને બરાબર સાર્થક કરે છે અને અહિયાં તે એક એવું જગલ છે કે જ્યાં પુનઃ જન્મનું ચક્ર સતત ગતિમાન રહે છે.
કાંતારાનું આખું જંગલ ગૂઢ રહસ્યો, અનિષ્ટ તાકાતો, દૈવીક અને આલોકિક શક્તિઓ, જંગલના આદિવાસીઓ, રાજાઓ, જમીનદારો અને વેપારીઓના લોભ, વિશ્વાસઘાત, કાવતરાઓ અને હત્યાઓના કાવાદાવાઓથી ભરપૂર છે તો તાજેતરમાં નિર્માણ પામેલી ફિલ્મ ‘કાંતારા - એ લીજેન્ડ - ચેપ્ટર ૧' એ તેની પુરોગામી ફિલ્મ ‘કાંતારા' ની પ્રિકવલ ફિલ્મ છે જે આપણને તેના પહેલા ભાગની ફિલ્મની વાર્તાના અતીતમાં લઈ જાય છે.
ફિલ્મ કાંતારા જેના પરથી બની છે તેમની વાસ્તવિક વાર્તા ફિલ્મ કરતાં પણ વધુ રોમાંચક, આલોકિક, ગૂઢ રહસ્યોવાળી અને શક્તિશાળી છે કર્ણાટકના દરિયાકાંઠાના તુલુનાડુ આસપાસની પરંપરામાં સેટ કરાયેલી આ વાર્તા ૫૦૦૦ વર્ષો કરતા પણ વધારે સમયથી જીવંત છે જે બે દૈવી આત્માઓને અનુસરે છે જેમાંના એક છે દેવ પંજુરલી જે ધ પ્રોટેક્ટર એટ્લે કે રક્ષક દેવ તરીકે ઓળખાય છે જે બોર્ન ફ્રોમ લવ એટ્લે કે ચારેબાજુ પ્રેમની સુવાસ ફેલાવીને બધાને એકસાથે સંપીને રાખવાનું કામ કરે છે અને બીજા દેવ છે ગુલેગા કે જેઓ ધ વ્રેથ ઓફ ધ લો એટ્લે કે કાયદાના ચુસ્ત પાલક કે જેઓ કાયદાનું ભંગ થતાજ કાયદો ભંગ કરનાર પર કાબુમાં ના રાખી શકાય તેટલા અસહય ગુસ્સાથી તેનું કાસળ કાઢી નાખે છે. આ બંને દેવોના પૃથ્વી પરના અસ્તિત્વ જાણવા માટે માટે આપણે હજારો વર્ષો પહેલાના પૌરાણિક યુગમાં પાછળ જવું પડશે જયારે ભગવાન વિષ્ણુએ તેમનો છઠો અવતાર પરશુરામના રૂપમાં લીધો હતો.
આદિ અનાદિ કાળથી અસ્તિત્વ ધરાવતા આપણાં સનાતન હિન્દુ ધર્મના તપસ્વીઓ, ઋષિ મુનિઓ અને સિદ્ધ પુરુષો દ્વારા લખાયેલા હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર તેમજ તુલુંનાડું વિસ્તારમાં પ્રચલિત દંતકથાઑ મુજબ સમગ્ર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખ્યા પછી ભગવાન પરશુરામે ઋષિ કશ્યપને આખી ધરતી દાનમાં આપી દીધેલી અને પોતે ભગવાન શિવની ઘોર તપસ્યા કરવા માટે ભારતની દક્ષિણે આવેલા હાલના કેરળના સહિયાદ્રી પર્વત પર ચાલ્યા ગયેલા.
પરશુરામની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને અગાઉથી એવું જણાવેલું કે તેઓ કદલી વનમાં અવતાર લેશે આથી તેઓ ત્યાં જઈને તપ કરે. પરશુરામે ત્યાં જઈને જોયું તો આખી ધરતી સમુદ્રના પાણીમાં સમાઈ ચુકી હતી આથી તેમણે સમુદ્રને કદલી વનની જમીન પોતાને તપ કરવા માટે પરત આપવાનું કહ્યું. પરંતુ સમુદ્રે જમીન પરત આપવાની ના પાડતા પરશુરામે સમુદ્ર પર ક્રોધિત થઈને તેમની ફરસી પૂરી તાકાતથી હવામાં ફેંકી અને પુરાણોમાં કહે છે કે જ્યાં જ્યાં પરશુરામની ફરસી ગઈ તે તે જગ્યા સમુદ્રએ છોડી દીધી. આમ સમુદ્રએ છોડેલી આ જગ્યા ઉપર અસ્તિત્વમાં આવી પરશુરામ સુષ્ટિ જે આજે તુલુંનાડુંના નામથી ઓળખાય છે.
આમ સમુદ્રમાંથી અસ્તિત્વમાં આવ્યા પછી તુલુંનાડુની ધરતી પરની સૌથી શાંત, નયનરમ્ય, પ્રાકૃતિક સોંદર્ય તેમજ પ્રકૃતિના ખજાનાથી ભરપૂર એવા રમણીય મનોહર વનને કાંતારા નામ આપવામાં આવ્યું કે જ્યાં ભગવાન વિષ્ણુ તેમના વરાહ અવતાર સ્વરૂપે એટ્લે કે પંજુરુલી દેવ રૂપે અને શિવનો અંશ ધરાવતા ગુલિગા પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. ગુલિગાના આગમનથી પૃથ્વીના પેટાળમાં એક ખુબજ મોટો ખાડો ઉદભાવી આવ્યો જે તમામ દૈવીક શક્તિઓના ઉદગમ માટેનું કેન્દ્ર સ્થાન બની ગયો.
કાંતારાના આજ રહસ્યમય જંગલને લક્ષમાં રાખીને એજ નામથી આ ફિલ્મ બનાવવામાં આવી છે જેના પ્રથમ ભાગ એટ્લે કે ફિલ્મ ‘કાંતારા'માં આપણે જોયું કે વર્ષ ૧૮૪૭માં અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતીય ઉપખંડ પરના શાસન દરમ્યાન કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારના રાજ્યનો એક રાજા તેની ખુબજ પ્રેમાળ પત્ની અને વહાલસોયા બાળકો સાથે રહે છે જે બધી વાતે સુખી છે પરંતુ તેને ક્યાંય ચેન પડતું નથી. અંતે શાંતિની શોધમાં રાજા આધ્યાત્મિકતા તરફ વળે છે અને આંતરિક આનંદની ખોજ માટે લાંબા પ્રવાસ પર નીકળી પડે છે. રસ્તામાં કાંતારાનું ગાઢ રહસ્યોથી ભરેલું ઘનઘોર જંગલ આવે છે જ્યાં રાજાને એક પવિત્ર પથ્થરના દર્શન થતાની સાથેજ તેને એક એવી આલોકિક શાંતિ, પરમ સુઃખ અને દૈવીક આનંદનો એક એવો અહેસાસ થાય છે જેને તે આખી જિંદગીથી શોધી રહ્યો હતો. કાંતારાના ગીચ જંગલમાં દેવતા પંજુરલી રહે છે કે જેઑ જંગલમાં રહેતા ગ્રામજનોનું રક્ષણ કરે છે. રાજા તેની જમીનનો મોટો ભાગ ગ્રામજનોને દાનમાં આપીને બદલામાં દેવતા પંજુરલીની દૈવીક શક્તિ ધરાવતા તે પવિત્ર પથ્થરને પોતાની સાથે લઈ જાય છે. ગ્રામજનોની રક્ષા કરતાં દેવ પંજુરલી માનવ-માધ્યમ દ્વારા રાજાને એવી ચેતવણી આપે છે કે તેના મૃત્યુ બાદ તેના પરિવાર અને તેના વંશજોએ પણ તેના દ્વારા ગામલોકોને અપાયેલુ વચન પાળવું પડશે અને તેણે તેમને દાનમાં આપેલી જમીન કોઈપણ કિમતે પાછી લેવાની નથી અને જો તેઓ આ વચનનો ભંગ કરીને દાનમાં અપાયેલી જમીન પરત લેશે તો તેઓ પંજુરલીના સાથીદાર અને ક્રૂર દેવતા ગુલિગાના ક્રોધનો ભોગ બનશે અને મરણને શરણ થશે. રાજાના મૃત્યુ પછી તેના વંશજો તેમના પિતાએ ગામલોકોને દાનમાં આપેલી જમીનના લોભમાં ગ્રામજનો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત, દગા ફટકાઓ અને કાવતરાઓ રચીને કેટલાયે ગામલોકોની હત્યાઓ કરાવે છે જેનાથી ગુસ્સે ભરાયેલા ગુલિગા નાયકના શરીરમાં પ્રવેશીને તેમની અલૌકિક શક્તિનો સૌને પરચો બતાવે છે અને તમામ અનિસ્ટોનો ખાતમો બોલાવે છે.
આમ જંગલમાં ફરીવાર શાંતિ સ્થાપ્યા પછી ફિલ્મનો નાયક શિવ તેની પ્રેમિકા લીલા સાથે લગ્ન કરીને એક પુત્રનો પિતા બને છે. ગામના રીત રિવાજ મુજબ એક વિશેષ તહેવાર પર શિવ ભૂતકોલા નૃત્યુ કરે છે જેને પંજુરલી દેવ દ્વારા વશમાં કરાયેલ છે. નૃત્યુ કરતાં શિવ તેના વર્ષો પહેલા ગાયબ થઈ ગયેલા પિતાને જુવે છે અને તેમને મળવા તે એ દિશામાં દોડે છે. આખા ગામના તમામ લોકો હાથમાં મશાલો સાથે તેની પાછળ જાય છે. કાંતારાના ઘનઘોર ગીચ જંગલમાં પિતા પુત્રનું બંનેનું મિલન થાય છે અને નૃત્યુ કરતાં બંને ક્યાક ઓઝલ થઈ જાય છે. ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં નાયક શિવ અને લીલાનો પુત્ર સુંદરાને તેના પિતાના ગુમ થવા વિશે પૂછે છે અને અહિયા ફિલ્મ કાંતરા સમાપ્ત થાય છે.
ફિલ્મ કાંતારાનો છેલ્લો સિન એ તેના બીજા ભાગ ‘કાંતારા - એ લીજેન્ડ ચેપ્ટર - ૧' નો પ્રથમ સિન છે મતલબ કે જ્યાં ફિલ્મ કાંતારા પૂરી થાય છે તેજ સિકવન્સથી તેનો બીજો ભાગ ‘કાંતારા - એ લીજેન્ડ ચેપ્ટર - ૧' શરૂ થાય છે જે અસલમાં તેની પ્રિકવલ ફિલ્મ છે એટ્લે કે તે કાંતારા ફિલ્મની કથાની આગળની કથા દર્શાવે છે કે જે પહેલી ફિલ્મમાં રજૂ કરાયેલી પરંપરા અને પૂર્વજોના સંઘર્ષના મૂળમાં ઊંડા ઉતરે છે.
આ ફિલ્મની વાર્તા શરૂ થાય છે હજારો વર્ષો પહેલાના સમયકાળથી કે જ્યારે કાંતારાના જંગલોની બહાર ચોથી અને પાંચમી સદીમાં કાદંબા નામનું એક ખુબજ મોટું સામ્રાજ્ય આવેલ હતું જેનો બાંગ્રા નામનો એક કસબો કાંતારાના જંગલો સાથે જોડાયેલો હતો. બાંગ્રા પર રાજ કરનાર સામત વિરેન્દ્રની પાસે એક બંદરગાહ હતો જેના પર વિદેશી વ્યાપારીઓ ગરમ મસાલા જેવી જુદી જુદી ચીજ વસ્તુઓની આપ લે અને આયાત નિકાસનો વ્યાપાર કરતા હતા.
એક દિવસ સમુદ્રમાં સ્નાન કરતા રાજા વિરેન્દ્રને સમુદ્રમાંથી માછલીઓ પકડતો મહેકારો દેખાય છે. રાજાને પૂરી ખાત્રી છે કે તે કાંતારાના જંગલોમાં વસવાટ કરનારો છે. રાજાથી એ વાત સહન નથી થતી કે જે સમુદ્રમાં તે પોતે નહાય છે ત્યાંથી નીચલી જાતિની કોઈ વ્યક્તિ માછલી પકડે. મહેકારાનું આ કૃતયુ રાજાને પોતાનું અપમાન જેવુ લાગે છે જેનો બદલો લેવા માટે તે ક્રોધમાં આવીને મહેકારાને મારવાનો હુકમ કરે છે. સૈનિકો મહેકારાને જમીનમાં ઢસડીને મારવા માટે દૂર લઈ જતાં હતા ત્યારે કાળા મરી અને એલાઈચી જેવા વિવિધ મસાલાઓ મહેકારાના ખિસ્સામાંથી જમીન પર નીચે પડે છે. રાજા જમીન પર પડેલા આ મસાલાને હાથમાં લઈને સુંઘે છે અને તેમને આ મસાલો અતિ શુદ્ધ લાગે છે. રાજાના મનમાં લોભ જાગે છે કે જો આ મસાલાના છોડને હાંસલ કરી શકાય તો આખી જિંદગી તેનો વેપાર કરીને તેમાંથી અઢળક ધન પ્રાપ્ત કરી શકાય તેમ છે.
રાજા મહેકારાને બંદી બનાવીને તેણે બતાવેલા માર્ગે ઈશ્વરના મધુવન એવા કાંતારાના જંગલ સુધી પહોંચે છે પરંતુ તે જંગલની સરહદમાં પ્રવેશ કરે તે પહેલા જંગલના દેવતાઓ વિચિત્ર આવાજ સાથે તેને જંગલમાં નહીં પ્રવેશવાની ચેતવણીઓ આપે છે. પરંતુ સતાના નશામાં ચૂર રાજા દેવતાઓની આ ચેતવણીને ગણકાર્યા વગર આખા જંગલમાં આગ લગાડી દે છે જેની જ્વાળામાંથી ઉત્પન્ન થયેલા સેંકડો બળદો રાજાની આખી સેના પર કાળ બનીને તેમના પર તૂટી પડે છે અને બધાને મોતને ઘાટ ઉતારી દે છે. આજ પ્રજ્વવાલ અગ્નિમાંથી એક ખુબજ તેજ રોશની પ્રગટે છે જેમાંથી પંજૂરલી દેવ પોતેજ પ્રગટ થાય છે અને......
ફિલ્મના ક્લાઇમેક્સની સામે બધુજ ફીકું પડી જાય છે જેને રેટિંગના દસમાંથી દસ તો શું એકસો સ્ટાર આપવામાં આવે તો પણ ઓછા છે મતલબ કે આઉટ ઓફ સિલેબ્સનો એ સીન અને એવી ક્રિએટિવિટી કે જે લોકોને ધર્મની સાથે જોડાવા માટે મજબૂર કરી દે છે અને એજ આ ફિલ્મનુ લોજિક નહીં પરંતુ મેજિક છે.
ફિલ્મમાં ભગવાન શિવની રક્ષા કરતાં દેખાયેલ બ્રહ્મ રાક્ષસ એ એક વિદ્વાન માણસનો શાપિત આત્મા છે જે રાક્ષસ બન્યો છે. જ્યારે ફિલ્મનો નાયક બર્મે હતાશામાં ત્રિશૂલ ઉપાડે છે ત્યારે બ્રહ્મરાક્ષસ તેને નમન કરે છે કે બર્મે કોઈ મામૂલી ઇન્સાન નથી પરંતુ નશ્વર ત્વચામાં ચાલતો દેવ છે. ફિલ્મમાં અનિસ્ટોનું કાસળ કાઢતા બળદોનું ટોળું એ સ્વયં નંદી છે અને દેખાયેલ વાઘ એ માતા પાર્વતિએ મોકલેલ છે જે પ્રકૃતિ અને વન દેવતા ઉપર નજર રાખે છે અને વાઘ નાયક ઉપર હુમલો કરતો નથી કારણ કે તેને ખબર છે કે તે પણ એક વન રક્ષક છે.
ઇ.વી.૨૬૦૦ બી.સી.થી ૧૯૦૦ બી.સી.ના વસાહતી યુગ પહેલાના યુગમાં જ્યારે માનવો પાસે પોતાના રહેણાંક માટેના શહેરો નહોતા, હળ ચલાવવાના સાધનો નહોતા અને લોખંડના ઓઝારો પણ નહોતા ત્યારે તેમણે ખાવાનું ધાન મેળવવા માટે ખુબજ જહોજેહત સહેવી પડતી હતી અને એવામાં માથા પર રહેણાંકની છત વગર ખુલ્લામાં પડ્યા રહેતા માનવે આગ, તોફાન અને વરસાદ સાથેના સતત સંઘર્ષમાં માનવે પ્રકૃતિનેજ પૂજવાનું શરૂ કરી દીધું.
જંગલ એ પોતેજ પ્રકૃતિ છે અને આજ કારણથી કાંતારા નામના એક ગૂઢ રહસ્યમય જંગલ પર બનેલી બંને ફિલ્મો આપણને એક એવી વાત શીખવે છે કે કોઈપણ જંગલ ક્યારેય શાંત હોતું નથી અને જ્યારે જંગલ બોલે છે ત્યારે ફક્ત આત્માજ તેનો અવાજ સાંભળી શકે છે. તે યાદ રાખે છે અને જ્યારે તે શ્વાસ લે છે ત્યારે તેનું હદય પણ ધબકે છે. તે જ્યારે ગુસ્સે ભરાય થાય છે ત્યારે તેની ગર્જના પણ સંભળાય છે. પૌરાણિક તત્વનું અંશ ધરાવતું કાંતારા માત્ર પરાકાષ્ઠા સાથેજ સમાપ્ત થતું નથી પરંતુ તે દૈવીક રહસ્યો, આધ્યાત્મિક યુદ્ધ અને આઘાતજનક વિશ્વાસઘાતના બ્રહ્માંડને ઉજાગર કરે છે જે સમગ્ર કથાને રહસ્ય અને રોમાંચના તાંતણાથી જકડી રાખે છે.
ફિલ્મનો નાયક બર્મે એક અનાથ છે જે કૂવામાંથી મળી આવે છે જેને અને કંતારા જાતિ દ્વારા ઉછેરવામાં આવે છે જે વાઘ દ્વારા સુરક્ષિત છે, દૈવી દ્વારા સ્પર્શિત છે અને જંગલ અને તેના રહસ્યમય દેવતાનો રક્ષક છે.
ફિલ્મના અનિસ્ટ તત્વો દુષ્ટ કડબા જાતિ સાથે મળીને કળા જાદુથી બર્મેના નખ અને વાળ પર મેલી વિધ્યાના પ્રયોગો વડે તેની બધીજ શક્તિ છીનવી લે છે જેને પછી મેળવવા માટે બર્મે એજ કૂવામાં ડૂબકી લગાવે છે કે જેમાંથી તે એક વખત મળી આવ્યો હતો. કૂવામાં તેને એક છુપાયેલી ગુફામાં ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે જ્યાંથી તેને દૈવીક શક્તિઓ પ્રાપ્ત થાય છે જેમને વડે તે એક આત્માની જેમ પોતાનું કર્યા પૂર્ણ કરીને તે જ કૂવામાં પાછો ફરે છે જ્યાંથી તેની વાર્તા શરૂ થઈ હતી એન કોઈ પણ નિશાન કે છાપ છોડ્યા વિના તે ત્યાંથી અલ્લશ્ય થઈ જાય છે.
કાંતારા ચેપર-૧ એ એક ફિલ્મ માત્ર નથી પરંતુ વિવિધ દેવોના દર્શન છે જેમાં કોઈપણ પ્રકારની વલગારીટી કે પુખ્તવયના સિનો નથી માટે આ ફિલ્મ પૂરા પરિવાર સાથે બેસીને જોવા લાયક છે દૈવીક ફિલ્મ છે.
આ માસ્ટર પીસ ને જોવા માટે લોકોના ટોળાંને ટોળાંઑ થિયેટરોમાં જઈ રહ્યા છે અને દરેક સિનમાં દર્શકો સિટીઓ અને તાળીઓ વગાડી રહ્યા છે. સોસિયલ મીડિયા પર તુફાન મચાવનાર આ ફિલ્મ વિષે લોકો કહે છે કે આ કોઈ ફિલ્મ નથી પરંતુ આપણાં સનાતન હિન્દુ ધર્મની માણવા લાયક એક આલોકિક અનુભૂતિ છે. સિનેમા માત્ર એક મનોરંજન નથી પરંતુ તે એક આસ્થા, સંસ્કૃતિ અને આત્માનું સંગમ છે જેના હર એક સિનમાં શક્તિ છે અને હર એક ફ્રેમમાં ભક્તિ છે.
ફિલ્મ કાંતારાના સર્જનકારે આ ફિલ્મ થકી સિનેમાને શ્રદ્ધા બનાવી દીધી છે. કાંતારા ચેપ્ટર - ૧ એ એકમાત્ર ફિલ્મ નથી પરંતુ હદયને સ્પર્શી જાય તેવું આલોકિક અનુભવ છે જેને વાર્તાઓના મધ્યમથી વર્ણવી શકાય નહીં કે સમજાવી શકાય નહીં તેને બસ એકમાત્ર સિનેમાના માધ્યમથી માણીને અનુભવી શકાય તેવી દૈવીક, ઈશ્વરીય અને આલોકિક અનુભૂતિ છે.
કમલ જારોલી
એડવોકેટ અને નોટરી, રાજકોટ (૮૧૬૦૩

(3:34 PM IST)










