News of Wednesday, 15th October 2025
સરકારી દવાના ગોડાઉનમાં ફરી આજ સવારથી ગાંધીનગરથી ટીમો ત્રાટકી :તમામ દવાના સ્ટોકની ગણતરી

રાજકોટઃ તાજેતરમાં સરકારી દવાના ગોડાઉનમાં વરસાદને કારણે દવાનો જથ્થો પલળી જતા ભારે હોબાળો થયો હતો. આ પછી આરોગ્ય ખાતાએ કડક પગલા ભરી ૬ ને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. દરિમયાન આજ સવારથી ફરી સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરથી ટીમો ચેકીંગ અર્થે ત્રાટકતા સિવિલ હોસ્પિટલના સતાધીશોને દોડધામ થઇ પડી છે. ૪થી૫ અધીકારીઓની ટીમ પડેલ તમામ દવાના સ્ટોકની ગણતરી કરી રહી છે. કંઇક મોટા પાયે ફરીયાદો બાદ આજે ફરી ટીમો ત્રાટકી છે. સાંજ સુધીમાં વધુ વિગતો બહાર આવશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:36 PM IST)










