<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

દિવાળી આવીઃ ઝળહળાટ લાવીઃ મનપા દ્વારા કાલે રોશની સાથે ઉત્‍સવ આરંભ

‘‘સ્‍વચ્‍છ- હરિયાળુ-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ'' નો સાંજે ૫:૩૦ વા્‌ગ્‍યે રેસકોર્ષ રીંગ રોડ ખાતેથી પ્રારંભઃ ૧૭મીએ બપોર બાદ ૪ કલાકથી રેસકોર્ષ ખાતે ભવ્‍ય રંગોળી સ્‍પર્ધા

રાજકોટ, તા., ૧પઃ  રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ માટે પણ વિખ્‍યાત છે. જુદા જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્‍યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્‍ય તહેવાર આવે ત્‍યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્‍સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ આવતીકાલ તા.૧૬/૧૦/૨૦૨૫ થી તા.૨૦/૧૦/૨૦૨૫ દરમ્‍યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્‍ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝડ લાઈટીંગ ડેકોરેશન, ભવ્‍ય આતશબાજી, રંગોળી સ્‍પર્ધા, લેસર શો સહિતના વિશેષ આકર્ષણો રહેશે તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળાએ  જણાવ્‍યું હતું.

રંગીલું રાજકોટ દરેક ઉત્‍સવ અને દરેક અવસરની ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરવા માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્‍માષ્ટમી, ગણપતિ ઉત્‍સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્‍કળતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્‍યેનો પ્રેમ અને ઉત્‍સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું  અને અન્‍ય શહેરો કરતા અલગ બનાવે છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક  મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળા જણાવે છે કે, સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ અનુસંધાને આગામી તા.૧૭/ બપોર બાદ ૪.૦૦ કલાકથી રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્‍પર્ધા અંતર્ગત સ્‍પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્‍પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.૧૮ ઓકટોબરથી  તા.૨૦ ઓકટોબરના  સાંજે શહેરીજનો નિહાળી શકશે.     

આ સ્‍પર્ધામાં ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણ વિજેતાને રૂ.૫,૦૦૦/-નું અને વ્‍યક્‍તિગત સ્‍પર્ધામાં પ્રથમ ૧૧ વિજેતાને રૂ.૫૦૦૦/-નું પુરસ્‍કાર આપવામાં આવશે. જ્‍યારે ૫૧ રંગોળીના કલાકારોને રૂ.૧૦૦૦/- આશ્‍વાસન ઈનામ તરીકે આપવામાં આવશે. ત્રણ લકી વિજેતાને રૂપિયા પાંચ હજારની ફટાકડાની કીટ ગિફટમાં આપવામાં આવશે. વ્‍યક્‍તિગત રંગોળી માટે મો. ૯૨૨૮૦૯૦૮૯૫ ઉપર તથા ગ્રુપ રંગોળી માટે મો.૯૬૨૪૦૨૫૮૦૮ પર માત્ર વોટ્‍સએપ મેસેજ દ્વારા રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે. (ફોન કરવો નહિ). રજિસ્‍ટ્રેશન માટે તમારું પૂરું નામ, શહેરનું નામ અને ઉંમર લખીને મોકલવી. ગ્રુપ રંગોળીમાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકે પોતે કરેલી બેસ્‍ટ ૫(પાંચ) રંગોળીના સેમ્‍પલ મોકલવાના રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને યોજવામાં આવેલ સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ અંતર્ગત આયોજીત રંગોળી સ્‍પર્ધા આગામી તા.૧૮ થી તા.૨૦ દરમ્‍યાન નિહાળવા રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળા રંગીલા રાજકોટવાસીઓને નિમંત્રણ પાઠવે છે.

(3:48 PM IST)